________________
आगमोपनिषद्
(૮) અનભિગ્રહા ભાષા - જેમાં કોઇ નિશ્ચિત અર્થનું અવધારણ ન હોય. જેમ કે ઘણા કાર્યો બાકી હોય, ત્યારે કોઇ પૂછે કે 'હવે શું કરું ?' ત્યારે તેને જવાબ અપાય કે 'તને જે ઠીક લાગે, તે કર.
११८
(૯) અભિગૃહીતા ભાષા – જેમાં ચોક્કસ અર્થનું અવધારણ હોય, જેમ કે 'હમણા આ કર, આ નહીં કર.'
(૧૦) સંશયકરણી ભાષા - જે અનેક અર્થોને કહેતી હોવાથી બીજાને શંકા ઉત્પન્ન કરે. જેમકે 'સૈન્ધવ લાવ, અહીં સૈન્ધવના લવણ, ઘોડો, પુરુષ, વસ્ત્ર એવા અનેક અર્થો થતા હોવાથી સાંભળનારને શંકા થાય છે.
(૧૧) વ્યાકૃતા ભાષા - જે પ્રગટ અર્થવાળી હોય.
(૧૨) અવ્યાકૃતા ભાષા - જે અત્યંત ગંભીર શબ્દાર્થવાળી હોય, અવ્યક્ત અક્ષરના પ્રયોગવાળી હોય, જેનો અર્થ સમજાઇ ન શકે તવી ભાષા.
આ બાર પ્રકારની ભાષાને અસત્યામૃષા કહેવાય છે. મૂળ સૂત્ર આ મુજબ છે –
असच्चामोसा णं भंते ! भासा अपज्जत्तिया कइविहा પળત્તા ? પોયમા! ટુવાલસવિજ્ઞા પળત્તા ।તંના - આમંતગિ आणणी जायणि तह पुच्छणी य पण्णवणी पच्चक्खाणी भासा इच्छाणुलोमा य ।। अणभिग्गहिया भासा भासा य अभिग्गहम्मि बोद्धव्वा । संसयकरणी भासा वोगड अव्वोगडा चेव || (ભગવતીસૂત્ર શતક ૧૩, ઉદ્દેશ ૭)