________________
પરમકૃપાળુ પરમાત્મા તથા ભવોદધિતારક ગુરુદેવશ્રીની કૃપાથી આ પ્રબંધ સંપન્ન થઈ શક્યો છે. ઉપરોક્ત હસ્તાદર્શોની સંરક્ષક સંસ્થા અને સંચાલકોના અમે આભારી છીએ.
આ મહાન ગ્રંથના મૂલાધાર છે મુનિ શ્રી જિનપ્રેમવિજયજી મ.સા. અને અનન્ય સહયોગી છે મુનિ શ્રી ભાવપ્રેમવિજયજી મ.સા., મુનિ શ્રી રાજપ્રેમવિજયજી મ.સા. તથા ભરત ગ્રાફિક્સના પ્રયત્નોથી ટાઈપ સેટીંગ આદિ કાર્ય કુશળતાપૂર્વક પાર પડ્યું છે. કૃપા કરીને બહુશ્રુતો એનું સંશોધન કરી ક્ષતિનિર્દેશ કરે, એવી નમ્ર પ્રાર્થના. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્.
ભાદરવા વદ-૧૦, વિ.સં. ૨૦૬૬, શ્રી અઠવાલાઈન્સ જૈન સંઘ, સુરત.
પ્રાચીન શ્રતોદ્ધારક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણસેવક આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ