________________
१०४
आगमोपनिषद् કારણ કે તે પોટલી નાખવા છતાં પણ અંજનના વાસણમાં બીજા દિવસે પુષ્પિકાનો પિંડ થયેલો દેખાય જ છે. તો પછી તેનો યોનિબંધ શી રીતે સંગત થાય ? ___ तथा टङ्कप्रमाणहरिद्रापटीरचूर्णक्षेपे कृते सति द्रोणमितधान्यादिबीजे पञ्चयामावधि योनिबन्धो निगद्यते, सोऽपि પ્રત્યક્ષ વિરુદ્ધઃ |
તથા ચાર માસા જેટલું હળદર અને પટીર (પટી = પાડળ વનસ્પતિ / દ્રોણપુષ્પી | ગુગળ, પટીર = ચંદન) નું ચૂર્ણ નાખવાથી બત્રીશ શેર પ્રમાણ ધાન્ય વગેરેના બીજમાં પાંચ પ્રહર સુધી યોનિબંધ થાય છે, એવું જે કહેવાય છે, તે પણ પ્રત્યક્ષવિરુદ્ધ છે.
यतस्तावन्मित एव धान्यादिपुञ्जः कस्मिंश्चित्शुद्धजलसमापूर्णे महाभाजने निक्षिप्यते, तन्मध्ये च टङ्कमितं तदधिकं वा तच्चूर्णं प्रक्षिप्यते । पुनः पञ्चमेऽपि यामे तत्क्षिप्यते। एवं कृतेप्यवश्यमष्टमयामे धान्यादिषु स्यादेवाकुरोद्गमः |
કારણ કે તેટલા જ પ્રમાણનો ધાન્યરાશિ કોઇ શુદ્ધ જળથી ભરેલા મોટા ભાજનમાં નંખાય અને તેમાં ચાર માસા જેટલું કે તેનાથી વધુ તે ચૂર્ણ નાખવામાં આવે, અને ફરી પાંચમા પ્રહરે પણ તે નાખવામાં આવે. આવું કરવા છતાં પણ આઠમાં પ્રહરે તે ધાન્ય વગેરેમાં અંકુર ફૂટશે જ.
अथ च चेत्तेषु धान्यादिबीजेषु योनिबन्धो जायमानो भवेत्,
૧. વરુ - પરીવૂo |