________________
आगमप्रतिपक्षनिराकरणम्
१०१
तथाहि - अग्निमध्ये यत्तदुक्तं कर्पूरागरुचूर्णं क्षिप्यते, तत्तु शीघ्रमेव ज्वलनेन तत्प्रज्वाल्यते । तत्र युष्माभिरित्थं निगद्यते तद्गन्धस्तिष्ठन्नस्ति । स च गन्धः सार्द्धं यामद्वयं यावत्प्रतिक्षणमतीव वर्द्धते । सार्द्धं यामद्वयं च तथैव हीयते । एवं पञ्चप्रहरावधि तद्गन्धावस्थानाद्योनिबन्धेन नवीनो जन्तुर्नोत्पद्यते तावन्तं समयं वह्निमध्ये |
-
તે આ રીતે – અગ્નિમાં તેમણે કહલું જે કપૂર-અગરુ વગેરેનું ચૂર્ણ નંખાય છે, તે જલ્દીથી અગ્નિ દ્વારા બાળવામાં આવે છે. ત્યાં તમે એમ કહો છો કે તેની સુરભિ ટકી રહે છે. તે સુરભિ અઢી પ્રહર સુધી અત્યંત વધે છે. અઢી પ્રહર સુધી તે જ પ્રમાણે હાનિ પામે છે. આ રીતે પાંચ પ્રહર સુધી તેની સુરભિ રહેતી હોવાથી યોનિબંધને કારણે તેટલો સમય અગ્નિમાં નવો જીવ ઉત્પન્ન થતો નથી.
एवं यदुच्यते तदपि वार्तामात्रम्, यतः सार्द्धयामद्वैतं यावत्प्रतिक्षणं तद्गन्धवर्द्धनं प्रोक्तम्, तदपि न सङ्गतम्, एवं प्रतिक्षणं चेत्तद्गन्धः प्रवर्द्धमानः स्यात्तदा प्रहरद्वैतेन सार्द्धेन तन्निकेतनमहानसादिसबाह्याभ्यन्तरं समस्तमपि तद्गन्धेन भावितं भवेत्तथा च चेत्स्यात्तदा किं न प्रतीयते तद्गन्धेन मघमघायमानता तस्य महानसादेः ? । एवं यामार्द्धयामद्वयं गन्धप्रवृद्धिः प्रोक्ता साप्यघटमाना ।
આવું જે કહેવાય છે, તે પણ વચનમાત્ર છે. કારણ કે અઢી પ્રહર સુધી પ્રતિક્ષણ તે સુરભિ વધે છે, એમ જે કહ્યું છે, તે પણ સંગત નથી. કારણ કે જો પ્રતિક્ષણ તેની સુરભિ વધતી