________________
आगमप्रतिपक्षनिराकरणम् ___अन्यच्च बीजनिवर्तकेन जीवेन स्वायुषः क्षयाद् बीजपरित्यागः कृत इत्यनेनापि वचनेन वनस्पतिकायिकानां मनुष्यक्षेत्रेप्यन्तर्मुहूर्त मानमायुर्व्यभिचरति । यतोऽत्र बीजनिवर्तनं सम्पूर्णमपि एकेन जीवेन कृतं प्रोक्तम् । तन्न मुहूर्तमध्ये निष्पद्यते, किन्तु कियद्भिरपि दिनैरेव ।
બીજું એ, કે બીજ બનાવનાર જીવે પોતાના આયુષ્યના ક્ષયથી બીજનો ત્યાગ કર્યો, આ વચનથી પણ વનસ્પતિકાયિક જીવોનું આયુષ્ય મનુષ્યક્ષેત્રમાં અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે, એવું વચન અને કાત્તિક ઠરે છે. કારણ કે અહીં બીજની સંપૂર્ણ રચના એક જીવ કરે છે, એમ કહ્યું છે. બીજ કાંઇ એક મુહૂર્તમાં જ બની જતું નથી. પણ કેટલાક દિવસોમાં જ બને છે.
तदन्वपि च तस्य जीवस्य तस्मिन्बीजे प्रभूतसमयं यावदप्यवस्थितिः प्रोक्ता यावन्न स्वायुषःक्षयस्तर्हि कथं मुहूर्तमानता वनस्पतिकायायुषाम् ?
ત્યાર બાદ પણ તે જીવની તે બીજમાં, જ્યાં સુધી પોતાના આયુષ્યનો ક્ષય ન થાય ત્યાં સુધી ઘણા સમય સુધી પણ અવસ્થિતિ કહી છે, તો પછી વનસ્પતિકાયનું આયુષ્ય અંતર્મુહૂર્ત પ્રમાણ શી રીતે હોઇ શકે ?
एवमेकजीवकर्तृके मूलप्रथमपत्र इत्यनेनापि वचनेन वनस्पतीनां मुहूर्तमानायुषो व्यभिचारो भावनीयः |
એ રીતે મૂળ અને પહેલું પાન એક જીવ દ્વારા કરાયેલા