________________
૬૭
आगमप्रतिपक्षनिराकरणम् पत्रपुष्पादीनाम(न)भिमतापि, पूर्वोक्तयुक्त्या प्रतिसमयमुत्पद्यमानानां नवनवजीवानां सम्भवात् ।
હવે જો પૂર્વનો જીવ હોય, ત્યારે પણ યોનિ અખંડ હોવાથી પ્રતિસમય નવા નવા જીવની ઉત્પત્તિ સ્વીકારો, તો શ્રી આગમમાં કહેલી પાંદડા વગેરેની પ્રત્યેકતાનો વિરોધ આવે. અને આગમમાં જેમનું સાધારણ શરીર નથી કહ્યું, તે પાંદડા, પુષ્પ વગેરેનું ય સાધારણ શરીર માનવાની આપત્તિ આવે. કારણ કે (તમે) કહેલી યુક્તિથી પ્રતિસમય ઉત્પન્ન થતા નવા નવા જીવોનો સંભવ છે. __तस्माद् वृन्तम्लानतालक्षणपरीक्षां विनापि यच्चूर्णप्रक्षेपमात्रेण पत्राणां पुष्पानामबद्धास्थिकफलानां हरितानां च याऽचित्तता प्रोच्यते, सा न युक्तियुक्ता प्रतिभाति ।।
માટે ડીંટડાનું પ્લાનપણું – આ પરીક્ષા વિના પણ જે ચૂર્ણ નાખવા માત્રથી પાંદડા, ફૂલો, કોમળ ફળો અને હરિતોનું જે અચિત્તપણું કહેવાય છે તે યુક્તિયુક્ત નથી જણાતું. तथा-बीए जोणिब्भूए जीवो वक्कमइ सो व अन्नो वा । जो वि अ मूले जीवो सोवि अ पत्ते पढमाए ||१|| તથા - યોનિભૂત બીજમાં છે કે અન્ય જીવ ઉત્પન્ન થાય છે. જે જીવ મૂળમાં હોય છે, તે જ પ્રથમ પાંદડામાં હોય છે. ૧]
एतद् गाथाव्याख्याया मेवमुक्तमस्ति-यदा बीजनिर्वर्तकेन जीवेन स्वायुषः क्षयाद् बीजपरित्यागः कृतस्तस्य च बीजस्य
૧. રવ - નિવર્તિo |