________________
आगमप्रतिपक्षनिराकरणम्
वृन्तम्लानिलक्षणमभिज्ञानं निगदितं श्रीमदागमे, तच्चैतदुक्तचूर्णप्रक्षेपेऽपि पत्रादिषु न निरीक्ष्यते । तत्कथमेतत्परीक्षाविरहितमपि पत्रादिकमचित्ततया व्यवह्रियते युष्माभिः ।
९५
આ રીતે પાંદડા વગેરેના ડીંટડાના પ્લાનપણાથી તે અચિત્ત છે, એમ જાણવું. આ રીતે અચિત્તતાને ઓળખવા માટે ડીંટડાની સ્લાનિરૂપ ઓળખચિહ્ન શ્રીઆગમમાં કહ્યું છે. અને તે ચિહ્ન આણે કહેલ ચૂર્ણ નાખવા છતાં પણ પાંદડાઓ વગેરેમાં દેખાતું નથી. તો પછી આગમમાં કહેલ પરીક્ષાથી ઉત્તીર્ણ ન થયું હોવા છતાં પણ એ પાંદડુ વગેરે અચિત્ત છે, એવો વ્યવહાર તમે કેમ કરો છો ?
अथ चेत्प्रतिवचनीकरिष्यते भवद्भिरियं परीक्षा श्रीमदागमे योनिभड्गे समादिष्टास्माभिस्तु तं विना चूर्णक्षेपेऽचित्तता निगद्यते, तदपि न युक्तिमत् । यतः पत्रपुष्पादीनां स्वस्थानादवियोजितानां या मुहूर्ते मुहूर्ते नवनवजीवोत्पत्तिहेतुभूता योनिः प्रोच्यते भवद्भिः, सैव न सहते युक्तिक्षोदम्, यतः सयोनिकत्वाद्यथा धान्यादिबीजानामुप्तानां प्ररोहोद्गमो निरीक्ष्यते, तथा किं न पत्रपुष्पादीन्यपि उप्तानि प्ररोहन्ति चेदेतेषां सयोनिकत्वं स्यात् ।
હવે જો તમે એવો જવાબ આપો કે – આ પરીક્ષા શ્રીઆગમમાં યોનિભંગના વિષયમાં કહી છે. અમે તો ચૂર્ણ નાખવાથી યોનિભંગ વિના અચિત્તતા કહીએ છીએ - આ પણ યુક્તિસંગત નથી. કારણકે પાંદડા, પુષ્પ વગેરેને પોતાના સ્થાનેથી છુટ્ટા ન કરાયા હોય, ત્યારે પ્રત્યેક મુહૂર્તે તેમાં નવા નવા જીવોની ઉત્પત્તિનું જે કારણ છે, તેને તમે યોનિ કહો છો. પણ તે જ