________________
आगमप्रतिपक्षनिराकरणम्
८९
પાંદડાઓની જેમ પુષ્પ, ફળ, બીજ, ધાન્ય વગેરેનું પણ મુહૂર્ત જેટલું જ આયુષ્ય માનો તો યથાયોગ આ ત્રણ અવસ્થા કોઇ રીતે સંગત ન થાય, એ વિચારવું જોઇએ.
तथा नागवल्लीदलानां निजस्थानाद् वियोजितानामपि यावत् स्वोत्पत्तिनिदानभूता वल्ली न विनश्यते तावत्प्रभूत समयं यावदप्यविनष्टत्वं दृश्यते । तस्यां तु विनष्टायां बहुयोजनान्तरितान्यपि सम्यक्परिरक्ष्यमाणान्यपि तत्पत्राणि विनश्यन्ते ।
તથા નાગરવેલના પાંદડાઓ પોતાના સ્થાનથી અલગ કર્યા હોય, તો પણ જ્યાં સુધી પોતાની ઉત્પત્તિના કારણભૂત વેલ વિનષ્ટ ન થાય, તેટલા લાંબા સમય સુધી તે પાંદડાઓ વિનષ્ટ થતા નથી, એવું દેખાય છે. તે વેલનો વિનાશ થાય તો તેનાથી ઘણા યોજન દૂર હોવા છતાં પણ, સારી રીતે સાચવણી કરાતી હોવા છતાં પણ તે પાંદડાઓ વિનાશ પામે છે.
न चैतत्तेषु पर्णेषु मुहूर्ते नवनवोत्पद्यमानानां जीवानां सङ्गतिमङ्गति । तया सह तेषां सम्बन्धाभावात् ।
જો તે પાંદડાઓમાં પ્રત્યેક અંતર્મુહૂર્તે નવા નવા જીવો ઉત્પન્ન થતા હોય, તો આ વસ્તુ સંગત ન થાય. કારણ કે નવા ઉત્પન્ન થતા જીવોનો તે વેલ સાથે સંબંધ નથી.
तथा-दुन्निजिआ सिंघाडगफलम्मि जे केइ नालिआबद्धा । पुप्फा संखिज्जजिआ थोहरिमाई अणंतजिआ ||१||