________________
શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ. સમાધાન–આ સંબંધમાં પૂર્વે કહેવાયેલ ખુલાસો સમજવાનું છે, પરંતુ ત્યાંના ખુલાસાથી અહીંઆ વિપરીત રીતિએ વિચારવાનું છે.
અર્થાત–પૂર્વ–પશ્ચિમ વિદેહમાં સૂર્યાસ્તનાં ત્રણ મુહૂર્ત બાકી રહ્યાં હોય ત્યારે ભરત-ઐવિત ક્ષેત્રમાં સૂર્યોદય થઈ જાય, (અને ભરત એરવત ક્ષેત્રમાં સૂર્યાસ્ત કાળનાં ત્રણ મુહૂર્ત બાકી હોય ત્યારે પૂર્વ-પશ્ચિમ વિદેહમાં સૂર્યોદય થઈ જાય) આ પ્રમાણે બન્ને રીતે બન્ને ક્ષેત્રનું સમાધાન સિદ્ધાન્ત દ્વારા કરવામાં આવ્યું.
આ પ્રમાણે બન્ને વિદેહગત ઉદયકાળનાં (રાત્રિ આરંભની પહેલાનાં) જે ત્રણ મુહૂર્ત તે જ ભરત-ઍરવત ક્ષેત્રના અસ્તિકાળનાં ત્રણ મુહૂર્ત, ભરત-એવત ક્ષેત્રના અસ્તિકાળના જે ત્રણ મુહૂર્ત તેજ-પૂર્વ–પશ્ચિમ વિદેહ ક્ષેત્રના ઉદયકાળનાં કારણરૂપ હોય.
આ પ્રમાણે જ્યારે દક્ષિણ અને ઉત્તર દિશાગત (ભરત–રવત) ક્ષેત્રોમાં સૂર્યો પ્રભાત કરી રહ્યા હોય તે પ્રભાત કાળના ત્રણ મુહૂર્ત કાળ વિત્યે છતે પૂર્વ અને પશ્ચિમ દિશાગત જે (બન્ને વિદેહ) ક્ષેત્રે ત્યાં જઘન્ય રાત્રિના પ્રારંભ થાય છે, એ પ્રમાણે જ્યારે ભરત–રવત ક્ષેત્રમાં સૂર્યાસ્ત થવાનાં (બપરના પછીનાં ) ૩ મુહૂર્ત બાકી રહ્યાં હોય ત્યારે બન્ને વિદેહગત ક્ષેત્રમાં પ્રભાત થઈ ચૂકે, આ ત્રણ મુહૂર્ત વીત્યા પછી તે ઉક્ત દિશાઓમાં સૂર્ય સ્વગતિ અનુસારે ક્રમે ક્રમે દિવસની પૂર્ણતાને પામ્યા કરે છે.
સાથે સાથે એ પણ જણાવવાની જરૂર રહે છે કે જ્યારે ૭૬૧૫ મુહૂર્ત દિનમાન અને પંદર મુહૂર્ત રાત્રિમાન હોય એટલે કે બન્ને માન સમાન પ્રમાણવાળા હોય ત્યારે તો વિદેહક્ષેત્રના ત્રણ મુહૂર્ત સંબંધી કંઈપણ વિચારણા કરવાની આવશ્યકતા રહેતી નથી, પરંતુ આવા દિવસે વર્ષમાં બે જ વાર આવે છે, જ્યારે સૂર્ય સભ્યન્તરમંડળના બીજા મંડળથી–દક્ષિણાયનનો પ્રારંભ કરે
૭૬ વ્યવહારાદિ કાર્યોમાં ૬૦ ઘડી ઉપયોગમાં લેવાય છે, વસ્તુતઃ તે પણ એકજ છે. કારણ કે જ્યારે બે ઘડીનું ૧ મુ. ત્યારે ૩૦ મુઇ પ્રમાણ અહોરાત્રની ૬૦ ઘડી યથાર્થ આવી રહે, આથી “ ૩૦ ઘડી દિનમાન અને ૩૦ ઘડી રાત્રિમાન' હોય ત્યારેએવો પણ શબ્દપ્રયોગ વપરાય તે એકજ છે.
કલાકના હિસાબે * ૧૨ કલાક રાત્રિમાન હોય ત્યારે એવો શબ્દપ્રયોગ પણ વાપરી શકાય છે. કારણકે રા ઘડીને કલાક હોવાથી ૩૦ ઘડી દિનમાને ૧૨ કલાક બરોબર દિનમાનના અને ૧૨ કલાક રાત્રિમાનના મળી ૨૪ કલાકને એક અહોરાત્ર થાય તેના મુo ૩૦ થાય છે.