________________
શ્રી બૃહસંગ્રહ સૂત્રમ. મંડળાશ્રયી ૩૬૪ દિવસ કાળ–તેમાં પૂર્વોક્ત બે મંડળને બે અહેરાત્રિકાળ પ્રક્ષેપતાં ૩૬૬ દિવસ કાળ ૧ સંવત્સરને પ્રાપ્ત થાય.
ઉપરોક્ત કથનાનુસારે સૂર્યો દક્ષિણાભિમુખ ગમન કરતા સર્વાયત્તરમંડળના દ્વિતીય મંડળથી લઈ સર્વબાહ્યમંડળના અંતિમ-૧૮૪મા મંડળે પહોંચે છે, અહિં સર્વબાહામંડળ દક્ષિણે હોવાથી સૂર્યની દક્ષિણાભિમુખ ગતિને અંગે થતો ૬ માસ કાળ તે સર્વ ક્ષિાયન નો કહેવાય છે. આ દક્ષિણાયનનો આરંભ થવા માંડે ત્યારથી સૂર્ય સર્વબાહામંડળ તરફ હોવાથી ક્રમે ક્રમે તે સૂર્યનો પ્રકાશ તે તે ક્ષેત્રમાં ઘટતો જાય છે, આપણે તેના તેજની પણ મન્દતા જોઈએ છીએ, અર્થાત્ તેથી દિનમાન ટુંકુ થતું જાય છે અને રાત્રી “લંબાતી જાય છે.
એ સૂર્યો જ્યારે સર્વબાહામંડળમાંથી પુન: પાછા ફરતા દ્વિતીય મંડળથી માંડી ઉત્તરાભિમુખ ગમન કરતા જંબદ્વીપમાં પ્રવેશી સર્વબાહ્યમંડળની અપેક્ષાએ ઉત્તરદિશામાં રહેલા સભ્યન્તરે–પ્રથમમંડળે આવે ત્યારે બીજા મંડળથી સભ્યન્તરમંડળ સુધીના ૧૮૩ મંડળના પરિભ્રમણનો ૬ માસ પ્રમાણ કાળ તે “ઉત્તરાયણ ” ને કહેવાય છે, દક્ષિણાયન પૂર્ણ થાય-એટલે અંતિમ મંડળ વજી દ્વિતીયમંડળે “ઉત્તરાયણ ” ને પ્રારંભ થાય, ત્યાંથી સૂર્ય સભ્યન્તરમંડળ તરફ વધતો હોવાથી પૂર્વે તે સૂર્યના પ્રકાશમાં દક્ષિણાયન પ્રસંગે હાનિ થતી હતી એને બદલે હવે કમેક્રમે તેના તેજમાં વૃદ્ધિ–થતી જાય અને પ્રકાશ-ક્ષેત્ર વધારતો જાય, તેથી તે તે ક્ષેત્રોમાં કમેક્રમે દિનમાન વધતું જાય જ્યારે રાત્રિમાન ઘટતું જાય છે.
વધુમાં અહિંઆ એ પણ સમજવું જે સેરમાસ–સૂર્યસંવત્સર–દક્ષિણાયનઅવસર્પિણી–ઉત્સર્પિણ–યુગ–પાપમ–સાગરોપમ ઈત્યાદિ સર્વ કાળભેદને સમાપ્ત થવાનો પ્રસંગ કેઈપણ મંડળે જે આવતો હોય તે સભ્યન્તરમંડળ પૂર્ણ થતાં જ એટલે કેવળ દક્ષિણાયન અથવા કર્મસંક્રાતિના પ્રથમ દિવસે આષાઢી પૂનમે આવે છે અને વળી સર્વપ્રકારના કાળભેદોનો પ્રારંભ સભ્યન્તરમંડળથી દ્વિતીયમંડળે એટલે દક્ષિણાયનના ૬ માસિક કાળના પ્રથમ દિવસના પ્રારંભ સાથે જ શ્રાવણ વદિ ૧ મે (ગુજરાતી) અષાઢ વદિ ૧ મે, અભિજિત્ નક્ષત્રોગે પ્રાવૃટ ઋતુના આરંભમાં ભરત-ઐરાવતમાં દિવસની આદિમાં અને વિદેહક્ષેત્રમાં રાત્રિના પ્રારંભમાં યુગની શરૂઆત થાય છે.
૬૯-૭૦ આ વખતે દક્ષિણાયન હોવાથી પૂર્વ દિશામાં પણ દરરોજ દક્ષિણ તરફ ખસતો ખસતો સૂર્ય દક્ષિણ દિશા તરફ ઉદય પામતા પામતો દેખાય છે અને ઉત્તરાયણમાં પૂર્વ દિશામાં પણ ઉત્તર તરફ ખસ ખસતો સૂર્ય ઉત્તર તરફ ઉદય પામતો હોય તેમ દેખાય છે.