________________
રસાળ ભૂમિમાં જેમ વૃક્ષોના મૂળ વૃદ્ધિ પામે છે તેમ જેમાં આપત્તિઓનો સમૂહ વૃદ્ધિ પામે છે એવા શિષ્ટપુરુષોવડે નિંદિત અને દુષ્ટ આશય સ્વરુપ જુગારને તે શ્રેષ્ઠ જ્ઞાનીજનો ! તમે કેમ છોડતા નથી? ૯૪
નિર્જન ઘર એ જેમનું સ્થાન હોય, જાર પુરુષો જેમના સાથી હોય, વેશ્યા જેમની સ્નેહીજન હોય, બીજાને લૂંટનારાઓ જેમના સોબતી હોય, દારુડીયાઓ જેમના અનુયાયી હોય, પરસ્ત્રીનો પરિચય કરવો એ જ જેમનો ધંધો હોય તથા ઉડાઉ તરીકે જેઓ પ્રખ્યાત હોય એવા જુગારીઓની
સાથે બુદ્ધિશાળી વાત પણ કેમ કરે? ૯૫ા
બહેરા માણસો આગળ જેમ ગાવાની પદ્ધતી નિષ્ફળ છે તેમ માંસાહારીઓમાં સધ્યાનનું ધીરેયપણું નિષ્ફળ છે. આંધળાઓની આગળ જેમ સ્ત્રીના કટાક્ષોની ક્રીડા ફોગટ છે તેમ માંસાહારીની આગળ કરેલી કણાની વાત પણ ફોગટ છે અને જેમ મદડા ઉપર કરેલો વસ્ત્રાભૂષણનો શણગાર વ્યર્થ છે તેમ માંસાહારીઓમાં રહેલી બુદ્ધિની ચતુરાઈ પણ વ્યર્થ છે તથા જેમ અગ્નિમાં વેલડી નિરર્થક છે તેમ માંસાહારી પ્રાણીઓ ઉપર
પ્રેમભાવ રાખવો નિરર્થક છે. ૯૬ો.