________________
(
જેનાથી ડસાયેલો માણસ સફળતાને આપનારા વિનયરૂપી પ્રાણોને છોડી દે છે.જેના ડંખથી વિવેક અને ન્યાયરૂપી આંખો મીંચાઈ જાય છે અને જેના ડંખના પ્રભાવે શરીર ખીલાથી જડાયેલા જેવું નિષ્ક્રિય થાય છે એવા સર્પ જેવા અત્યંત કપટથી ભરેલા દર્પ (માન) ને કયો બુદ્ધિમાનું સ્પર્શ કરે? (ન જ કરે) ૪૦ાા
SUBકીપર એક
39
બગળાઓ જેમ દંભ કરીને માછલાઓને ઠગે તેમ જ દુષ્ટ આશયવાળા લોકો સર્વ લોકોને ઠગે છે. પ્રપંચમા ચતુર એવા તે મૂર્ખજનો નિર્મળ કીર્તિરૂપી લતા માટે વાદળા સમાન મૈત્રીથી પોતાના આત્માને જ ઠગે છે. ૪૧ાા
અમે આ માયાને કુટિલ એવા આચાર-વિચારની જાણકાર અને હૃદયમાં રહેલી કોઈ નવી નાગણ જેવી માનીયે છીયે કેમકે આનાથી ડસાયેલો માણસ ખીલેલા કમળ જેવા મુખવાળો થાય છે અને મધુર બોલતો તે બીજાઓને મોહ પમાડે છે. ૪રા.
(
)