________________
(GOOD
CG
) #
સૌહાર્દસભર નજર, પુણ્યનું પોષણ, પરોપકાર, દયાળુપણું, વિવેકપૂર્ણ વ્યવહાર, સમત્વનો અભ્યાસ અને સંતોષવૃત્તિ આ પુણ્યપુરુષોની પ્રવૃત્તિ છે. ૧૭પા
BARODA
DEOGY
જ્ઞાની હોવા સાથે વિનમ્ર હોય, સૌભાગ્યવાનું હોવા સાથે સદાચારી હોય, સત્તાવાન્ હોવા સાથે ન્યાય માર્ગે ચાલનારો હોય, ધનવાન્ હોવા સાથે દાનવીર હોય અને શક્તિશાળી હોવા સાથે ક્ષમાવાન્ હોય આ પાંચે જગતમાં કલ્પવૃક્ષ સમાન છે. ૧૭૬ll
ગરીબ હોવા છતાં જે પાપભીરુ હોય, યુવાનું હોવા છતાં જે કામ વિકારથી રહિત હોય, અને શ્રીમંત હોવા છતાં જે ન્યાયવાનોમાં ધુરંધર હોય આ ત્રણેય ગંગાના પ્રવાહો છે. (અર્થાત્ ગંગાના પ્રવાહ જેવા પાવન છે.) ૧૭૭થા
ગથી