________________
હે મિત્ર ! સુરસાળ એવી કાવ્ય રચના અને વાક્ય રચના કરવાથી સર્યું, પૂર્ણ એવા બાહુબળથી અને પ્રસિદ્ધિના અંકુરા સરખા તપના સમૂહથી પણ સર્વપ્રકારે સર્યું, ચતુર લોકોએ આનંદની બજાર સમા એક વિવેકને જ સેવવા યોગ્ય છે કેમકે ચન્દ્રવિના જેમ રાત ફોગટ છે તેમ વિવેક વિના ગુણોની બધી જ શ્રેણી ફોગટ છે. ૧૬૬ના
(O)
,
જેમાંથી રમ્યકિરણોવાળા યશરૂપી ચન્દ્રની ઉત્પત્તિ થાય છે. જે રત્નભૂમિ શબ્દોની (વાણીની) પ્રાપ્તિ માટે પંડિતવર્યો વડે સેવાય છે અને જેનાવડે ઉદય પામતી મનોહર એવા ગુણરત્નોની શ્રેણિને અપાય છે એવો વિવેકરૂપી ક્ષીરસાગર વિષ્ણુની જેમ કોણે લક્ષ્મી ન આપે? (બધાને જ આપે) II૧૬૭ી.
તે જ વૈરાગ્ય શ્રેષ્ઠ છે, તે જ યશનો સમૂહ પ્રગટ છે, તે જ પ્રસિદ્ધિ શુભ છે, તે જ ગુણોની શ્રેણિ મનોહર છે, તે જ ધ્યાન ધન્યતમ છે અને તે જ વચનનો સમૂહ પાવન છે જ્યાં તારામાં જેમ ચન્દ્ર ઝળકે તેમ થોડા કે ઘણા અંશે વિવેક ઝળકે છે. II૧૬૮ાા .