________________
જે સંસારરૂપી સૂર્ય વિકાસી કમળમાટે ચન્દ્ર સમાન છે. દંભરૂપી દીવાના પ્રકાશ માટે સર્પ સમાન છે. કામદેવના અભિમાનને દળવા માટે મહાદેવ સમાન છે. સદ્ગદ્ધિરૂપી વહુના ક્રીડાગૃહ સમાન છે તથા જે સમતાને સજીવન કરનાર છે એવા દેદિપ્યમાન અને અનુકુળ વૈરાગ્યને હે પ્રિય મિત્ર ! તું આત્માને આપ. /૧૬૩ણા
આ હૃદય જે સ્ત્રી સાથેની ક્રીડામાં પ્રમાદી થયું છે. અમૃત જેવા મધુર ભોજનમાં રસ વિનાનું થયું છે. ફલની સુગંધીમાં સુસ્ત થયું છે. ગંભીર ધ્વનીવાળા વાદ્ય સમૂહોમાં આળસું થયું છે. સુંદર રૂપ જોવાના સુખથી વિમુખ થયું છે. તેમજ વ્યાપારમાં કાંક્ષારહિત અને ધનમાં વાંછારહિત થયું છે તે વિરાગીપણાનું લક્ષણ છે. ll૧૬૪ના
હેમંતઋતુમાં ઠંડા પવનથી કંપતા વનમાં વસ્ત્ર વિના જે સ્થિર રહેવું અને ગ્રીષ્મ ઋતુમાં સૂર્યના પ્રચંડ કિરણોથી તસ ખરબચડી ધૂળના ઢગલામાં જે શય્યા કરવી તથા વર્ષાઋતુમાં પર્વતની ગુફામાં એકાકી એવા યોગીઓનું જે વસવું તે બધો દુર્ગાનના કારણોથી નહી જીતાયેલા વૈરાગ્યનો જ પ્રભાવ છે. ૧૬પા.
છે એ જ હોય ?