________________
દુર્જનતાથી ભરેલા મનુષ્યમાં રહેલા ગુણો ગૌરવ માટે થતા નથી પરંતુ પરપીડા માટે થાય છે. શું તે ક્યારેય જોયું નથી? કે ધનુષ્યમાં કરેલું ગુણનું અર્થાત્ દોરીનું આરોપણ પરપીડા માટે થાય છે. ૧૫૭
અતિ પવિત્ર વેષની રચના નિર્મળ વસ્ત્રથી જ થાય છે, અતિ સંસ્કારી અને મનોહર વિદ્યા પોતાના મતિવૈભવથી જ લભ્ય છે તથા દિવ્ય ધનની પ્રાપ્તિ ઘણા ઉદ્યમથી જ થાય છે પરંતુ વસ્ત્ર-પ્રજ્ઞા અને ઉદ્યમને ભેગા કરવાથી પણ ગુણોનો સમૂહ પ્રાપ્ત થઈ શકતો નથી. ૧૫૮
OPGO
પાષાણના ટુકડા જેવા પણ મોતીઓ જેમાં પરોવવાથી સ્ત્રીઓની વક્ષઃસ્થળની શોભા માટે થાય છે તે ગુણોનો (દોરીનો) જ મોટો મહિમા છે. ૧૫૯ો.