________________
दुःषमोपनिषद् संजाता, थिरा भवंति जे चला । जहा एत्तहे वि देविंदा एंति त्ति । ततो सो भणति-जइ ते ममं पेच्छंति, तेन चेव अप्पसत्तत्तणेण निदानं काहिति, तो वच्चामि । ततो चिन्धं काउं वच्च । ततो सक्को तस्स उवस्सयस्स अन्नहुत्तं काउं दारं गतो । ततो आगता संजया पेच्छंति, कतो एयस्स दारं? आयरिएहिं वाहिरिता-इतो सिटुं च जहा सक्को आगतो, ते भणंति - अहो ! अम्हेहिं न दिट्ठो, कीस न मुहुत्तं
થયા છે. માટે જેઓ ચંચળ છે, તેઓ (તમને જોઈને દૃઢ શ્રદ્ધાથી) સ્થિર થાય, કે વર્તમાનમાં પણ દેવેન્દ્રો આવે
છે.”
તો તે કહે છે – “જો તેઓ મને જોશો, તો તેનાથી જ અલ્પસર્વોપણાથી તમારા જેવા થવાનું) નિદાન કરશે. માટે જાઉં છું.” આચાર્યશ્રીએ કહ્યું, “તો (તારા આવ્યાની કોઈક) નિશાની કરીને જા.” પછી શક્ર તે ઉપાશ્રયનું દ્વાર બીજી દિશામાં કરીને ગયા.
પછી સંયમીઓ આવીને જુએ છે કે “ઉપાશ્રયનો દરવાજો ક્યાં ગયો ?' આચાર્યશ્રીએ કહ્યું, “આ બાજુથી આવો.” અને જે રીતે શક્ર આવ્યા હતા, તે કહ્યું. શિષ્યો કહે છે, “અરે અમે ન જોયા. એક મુહુર્ત માટે તેમને રોક્યા કેમ નહીં ?'.