________________
દુઃષમ કાળે ઈણ ભરતે.
પૂજનીય પૂર્વાચાર્ય શ્રી પ્રતિપ્રભસૂરિજીની આ રચના... મહદંશે આ ગ્રંથ અન્ય પ્રમાણિત ગ્રંથો સાથે સંવાદ ધરાવે છે. આ બાબત પ્રસ્તુત ગ્રંથ પ્રમાણભૂત હોવાની સાક્ષી પૂરે છે. પણ અમુક સ્થળે વર્ણવેલ વિગત અન્યત્ર પ્રાપ્ત થતી નથી. અમુક સ્થળ સંપૂર્ણપણે ઉકેલી શકાયા પણ નથી. જેમાં મારી અલ્પજ્ઞતા પણ કારણ છે. કેટલીક બાબતો પૂર્વકાળથી જ
મતાંતરભરપૂર-વિવાદાસ્પદ રહી છે. છે એવી બાબતોમાં એક મતનો નિશ્ચય દુઃસંભવિત હોય છે. આવી બાબતોમાં મધ્યસ્થતાપૂર્વક બહુશ્રુત પુણ્યાત્માઓ પાસે સમાધાન મેળવવા ભલામણ કરું છું. અત્રસ્થ ઉણપ અને ક્ષતિઓની સમ્માર્જના કરવા બહુશ્રુત પુણ્યાત્માઓને મારી નમ્ર વિનંતી છે.
I/I
CG /