________________
दुःषमगण्डिका दुःषमारपदार्थ एव प्रथमं स्फुटीक्रियतामित्यत्र तत्स्वरूपं प्रतिपादयितुं नान्तरीयकत्वात्प्रथमं कालविभागं निरूपयति - अवसप्पिणि-उसप्पिणिभेएण होइ दुविहा कालो । सागरकोडाकोडीवीसाए सो समप्पेइ ॥१॥
__ अवसर्पयति हीयमानारकतया, अवसर्पयति वा - क्रमेणायुःशरीरादिभावान् हापयतीत्यवसर्पिणी, उत्सर्पति वर्द्धते आरकापेक्षया वर्धयति वा क्रमेणायुरादि - भावानित्युत्सर्पिणी, एताभ्यां जातो भेदः-अवसर्पिण्युत्सर्पिणीभेदः, तेन द्विविधः
સમાધાન - હા, ગ્રંથકારશ્રીને તેનું સ્વરૂપ કહેવું છે. પણ તે કહેવા માટે કાળવિભાગ સમજાવવો જરૂરી હોવાથી પહેલા તેનું નિરૂપણ કરે છે –
અવસર્પિણી-ઉત્સર્પિણી આ ભેદથી કાળ બે પ્રકારનો છે. તે વિશ કોડાકોડી સાગરોપમે સમાપ્ત થાય છે. [૧]
આરાઓ હાનિ પામતા હોવાથી જે અવગતિ કરે છે, અથવા તો જે ક્રમશઃ આયુષ્ય, શરીર વગેરે વસ્તુઓને ઘટાડે છે, તે અવસર્પિણી. જે આરાઓની અપેક્ષાએ ઉર્ધ્વગતિ કરે છે - વધે છે, અથવા તો આયુષ્ય વગેરે વસ્તુઓને ક્રમશઃ વધારે છે, તે ઉત્સર્પિણી. આ બેથી થયેલો જે ભેદ તે અવસર્પિણી-ઉત્સર્પિણી ભેદ. તેનાથી