________________
दुःषमोपनिषद्
१०७
बभूव । तत्सुतासत्को रत्नालङ्कृतः केशमार्जनः पृथ्वीपतिना बलाद् गृहीतः । तद्वैरेणासौ कोटिसुवर्णव्ययेन म्लेच्छदेशाच्छकानाहूय वल्लभीं व्यनाशयत् । ततोऽपि सिन्धस्थलीयोन्मार्गनयनेन शकसैन्यमपि क्षयं प्रापयदिति । तदा च वैक्रमं पञ्चसप्तत्युत्तरत्रिशततममब्दमभवत्, तथा चोक्तम्पणसयरी वासाई तिन्निसयसमन्नियाई अक्कमिउं । विक्कमकालाओ तओ वलभीभंगो समुप्पन्नो - इति । किञ्च - पणपण्णुवाससमहिवाससहस्से जिणाओ वीराओ । हरिभद्दसूरिसूरो अत्थमिओ दिसउ सिवसुक्खं ॥ ४४॥ તે સિદ્ધરસ અને ચિત્રાવેલીના પ્રભાવે શ્રીમંત થયો. તેની દીકરીનો રત્નજડિત કાંસકો હતો, તે રાજાએ પરાણે આંચકી લીધો. તેના વેરથી તેણે કોટિસુવર્ણનો વ્યય કરી મ્લેચ્છ દેશથી શકોને બોલાવી વલભીપુરનો વિનાશ કરાવ્યો. ત્યાર પછી પણ સિંધના રણના ખોટા રસ્તે લઈ જઈ શકસૈન્યનો પણ વિનાશ કર્યો. ત્યારે વિક્રમનું ત્રણસો પંચોતેરમુ વર્ષ હતું. કહ્યું પણ છે - વિક્રમકાળથી ૩૭૫ વર્ષ પસાર થયા બાદ વલભીપુરનો ભંગ થયો.
વળી
-
વીરજિનથી એક હજાર પંચાવન વર્ષે આથમેલ હરિભદ્રસૂરિરૂપી સૂર્ય શિવસુખ આપો. ૪૪॥