________________
યુવાશિબિરના આદ્યપ્રણેતા પપૂ.આ.ભ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. માલવભૂષણ પ.પૂ.આ.ભ.શ્રી નવરત્નસાગરસૂરીશ્વરજી મ.સા. પ.પૂ.આ.ભ.શ્રી પુણ્યરત્નસૂરીશ્વરજી મ.સા. પ.પૂ.આ.ભ.શ્રી યશોરત્નસૂરીશ્વરજી મ.સા.
માલવરત્નાકર પ.પૂ.ગણિવર્યશ્રી વૈરાગ્યરત્નસાગરજી મ.સા.ના ચરણોમાં કોટિ કોટિ નમન...
શ્રી ભવાનીપુર મૂર્તિપૂજક જૈન સંઘ - કલકત્તાએ પ્રસ્તુત ગ્રંથના પ્રકાશન માટે ઉદાર દિલથી લાભ લીધેલ છે. તે માટે ભૂરિ ભૂરિ અનુમોદના.
ગ્રંથ રચના સમયે સહવર્તી મહાત્માઓ, પ.પૂ.આ.ભ.શ્રી મુનિચન્દ્રસૂરીશ્વરજી મ.સા, તેમજ કિરીટ ગ્રાફીક્સના કિરીટભાઈ તેમજ શ્રેણિકભાઇએ મને અવસરે અવસરે સહકાર પૂરો પાડ્યો છે એ દરેકનો આભાર વ્યક્ત કરું છું.
ગ્રંથ સંપાદનમાં જરૂરી જ્ઞાનોપકારણના ભક્તિ દ્વારા અનેક શ્રાવક ભાઈઓએ પોતાનું આર્થિક યોગદાન આપ્યું એ કઈ રીતે ભુલાય?
અંતમાં સુંદર - આકર્ષક ગ્રંથના પ્રિન્ટીંગ - બાઈડીંગ આદિમાં ‘કિરીટ ગ્રાફીક્સ' સુધારા-વધારા આદી વારંવાર થવા છતાં ક્યારેય પણ કાર્યમાં ઓછાસ આવવા દીધા વગર કાર્ય કર્યું છે એમનો વિશેષ આભાર...
અને, અંતમાં ગ્રંથ લેખનમાં જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય અથવા કાંઈપણ વિપરિત પ્રરૂપણા થઈ હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્.
વૈ.સુ. ૧૩ ધનબાદ, ઝારખંડ
- મુનિ પાર્થરત્નસાગર