________________
ગુરુ લુવનભાનુ - વંદના
૨
-પંન્યાસ શ્રી કલ્યાણબોધિ ગણિવર્ય કૃત ગુરુગુણ બત્રીસી માંથી સાભાર બુદ્ધિબળે બૃહસ્પતિના પુત્રની પરે ઓપતા, સ્યાદ્વાદગર્ભિત શાસ્ત્રના મર્મો સુપેરે ખોલતા, સિદ્ધાન્તરક્ષા કાજ પ્યાલા પી લીધા અપમાનના, ગુરૂ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના. કાચા ભલે હો કૃશ છતાં પણ તેજની સીમા નહી, વિકૃષ્ટતપ આરાધતા પણ ત્યાગની કમીના નહીં, આહાર કરતા'તા છતાં સ્વામી અનાસક્તિતણા,
ગુર ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂવંદના. ૩ વસે શ્વાસને ઉચ્છવાસમાં જિન આણ પાલન દક્ષતા,
વચને વચનમાં રસરે જિન આણની પ્રતિબદ્ધતા, જિન આણ શ્રી જિન આણ શ્રી જિન આણ એક જ ઝંખના, ગુરૂ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના. શાસ્ત્રો તણી વાતો ન કરતા મુગ્ધજન વંચન જે, ખેંચે ન સ્વપ્રતિ સત્યને કરે સત્યનો સ્વીકાર જે, તન મન થકી જે ઉજળા પાલક મહા સમુદાયના,
ગુર ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના. ૫ જ્ઞાની છતાં અભિમાનની રેખા નહીં તન મન મહીં,
વિકૃષ્ટતપ તપતાં છતાં સમતા ભરી તન મન મહીં, સમુદાય છે સુવિશાળ પણ સ્વામિત્વની નહીં ખેવના, ગુર ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના. યોદ્ધા બની ખૂંખાર આંતર જંગ ખેલે ખંતથી, જીતો મળે કે ના મળે પણ ઝૂઝતા મનરંગથી, કર્મો તણી સેના થતી ભયભીત લે તુજ નામ ના, ગુરૂ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના. અમીઓ તણી ઊર્મિ વહે તે ઝંખતો સાગર સદા, જે સૌમ્યતા મુખ પર તરે તે ઝંખતો ચાંદો સદા, ગુરૂ સમ સહનશક્તિ મળો છે પૃથ્વીની એક ઝંખના, ગુર ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂવંદના. સાગર છલકતા આંસુડા વહેતા તમારી યાદમાં, પળ પળ યુગો સમ જાય ગુરૂવર ખેદને વિષાદમાં, જન્મોજનમ તુજ સાથ હો કલ્યાણબોધિ કામના, ગુરૂ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના.