________________
जं भरहस्सायंगुलमेयं तु पमाणअंगुलं होइ । उस्सेहंगुलचउसयमाणा सूई इहं भणिया ॥६॥
અર્થ :- ભરતચક્રીનું આત્માગુલ તે પ્રમાણ અંગુલ થાય. ચારસો ઉત્સધાંગુલે એક સૂચી પ્રમાણાંગુલ હોય. ઈહ પ્રમાણઅંગુલને વિષે સૂચી કહી તે લાંબપણે ચારસો ઉત્સધાંગુલ જેટલું લાંબપણું થાય તેટલું પ્રમાણ અંગુલનું લાંબમણું થાય. એ પ્રમાણઅંગુલની લંબાઈ કહી. isહવે પ્રમાણાંગુલનું જાડપણું તથા પહોળાઈ કહે છે.
एगंगुलबाहुल्लं अड्ढाइयमंगुलाई तं पिहुलं । एवं च खित्तगणिए उस्सेहंगुलसहस्सं तं ॥७॥
અર્થ - તે પ્રમાણાંગુલ એક અંગુલ જાડું હોય અઢી ઉત્સધાંગુલ પહોતું હોય. હવે લાંબુ તથા પહોળું થઈ પ્રમાણઅંગુલને વિષે ઉત્સધાંગુલ કેટલા થાય? તે કહે છે એવું આ પ્રકારે ક્ષેત્રગણિત કહેતાં લાંબાણ તથા પહોળપણ એકઠું કરતાં એકપ્રમાણાંગુલે સહસ્ર ઉત્સધાંગુલ હોય ના એક પ્રમાણાંગુલે સહસ (૧૦૦૦) ઉત્સધાંગુલ કેમ થાય? તે બતાવે છે.
जम्हा चत्तारि सया अड्ढाइय संगुणा हवइ सहसो। अस्सुवओगो तिविहो जहकमेणं इमो होइ॥८॥
અર્થ - ચારસોને અઢીગુણા કરીયે તો સહસ્ર થાય જેનું કારણ એક પ્રમાણાંગુલ ચારસો ઉત્સધાંગુલ લાંબુ છે. અને અઢી અંગુલ પહોળું છે. ચાર અઢીઉં દસ એટલા માટે એક પ્રમાણાંગુલ લંબાઈ તથા પહોળાઈ થઈ સહસ્ર ઉત્સધાંગુલ થાય. એ પ્રમાણ અંગુલનો ઉપયોગ ત્રણ પ્રકારે યથાક્રમે આ પ્રમાણે છે. ૮.
उस्सेहंगुलमेगं हवइ पमाणंगुलं सहस्सगुणं । एयस्स खित्तगुणियं पडुच्च परिभासियं एयं ॥९॥
અર્થ:- એક પ્રમાણાંગુલે ઉત્સધાંગુલ સહસ્ર થાય. એ પ્રમાણાંગુલને ક્ષેત્રગુણિત પ્રતીત્ય આશ્રીને કહ્યું. ||૯|| એ પ્રમાણાંગુલનું