________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપથી દીપ જલે યાને બાટવીયા કુટુંબની જીવનઝરમર
કોઈ પણ કુટુંબ કે સંપ્રદાયમાં નિહાળતાં તુરત જ સ્વાભાવિક રીતે આપણી દ્રષ્ટિ કુટુંબ કે સંપ્રદાયના વડા તરફ દેડી જાય છે તે વ્યક્તિનું ચારિત્ર, જ્ઞાન વિગેરે આખા કુટુંબરૂપિ તરુવરના મૂળરૂપ હોય છે આ બાટવિયા કુટુંબની આટલી ધર્મ પરાયણ વૃત્તિ જતાં તુરત જ તે કુટુંબના વડાના વ્યક્તિત્વને જાણવા આપણું મન ઉત્સુક બની જાય છે તે કુટુંબના વડા છે, શ્રી ગિરધરભાઈ તેનું તથા તેમનાં કુટુંબીજનેના જીવન વિષે કંઈક જાણીએ.
ખાખિજાળીયા નામનું નાનકડું ગામ તે સૌરાષ્ટ્રમાં આવેલી એક સુંદર મેજ નદીને કિનારે આવેલું છે ત્યાં બાટવિયા કુટુંબ ધાર્મિક પ્રવૃત્તિમાં ખૂબ જ આગળ પડતું છે. તે કુટુંબમાં સંવત ૧૯૪૦ માં શ્રી ગિરધરભાઈને જન્મ થયે. તેઓ શ્રી શિવકાળથી જ ધર્મના રંગે રંગાયેલા હતા આ ગામના લેકો તેમના સદ્વર્તનને અને ધર્મપરાયણ જીવનને જોઈ અને જાણી શક્યા હતા. ભૌતિક અને આધ્યામિક બંને પ્રકારના જ્ઞાને તેમના જીવનમાં સુંદર સમન્વય સાથે હતા, તેઓ શ્રી સાધનસંપન્ન હોવા છતાં પિતાનું શેષ જીવન ઘણુ સાદાઈથી અને ધાર્મિક કાર્યોમાં વ્યતીત કરી રહ્યા છે. શ્રાવકના બારે વ્રતના પાલનથી તેમના આત્માની ઉજજવલ પ્રગતિ થઈ રહી છે. તેઓશ્રી કહે છે કે,
દુનિયાની વ્યથાઓ કયાં કમ છે? ઈછાનો વધારો શા માટે મન હાય ! ન જાણે વહોરે છે, એ સાપને ભારો શા માટે
તેઓ આરંભ સમારંભથી ઘણું જ ડરતા રહ્યા છે, અને આજે પણ રહે છે. છતાં પણ એ તે સ્વાભાવિક છે કે સાંસારિક જીવન જીવતા હોવાથી અમુક દે તે થાય અને તે દેશના નિવારણાર્થે તેઓ બંને સમય પ્રતિક્રમણ કરે છે. અને ૮૫ વર્ષની વૃદ્ધ વયે પણ આયંબિલ અને ઉપવાસ જેવી તપશ્ચર્યા કરીને કર્મોને બાળવા તપની ભઠ્ઠી પ્રગટાવે છે. વળી અન્ન-વસ્ત્ર તથા દિશાઓની મર્યાદા બાંધીને તેમના વ્યક્તિત્વને વધારે ઉચ્ચ અને આદર્શ બનાવી રહેલ છે. આ રીતે તેમનામાં તપ અને ત્યાગને નિધિ અખૂટ અને અદભૂત છે હાલમાં શ્રી ગિરધરભાઈ તેમના પુત્ર અને પત્ર સાથે બહેળા કુટુંબમાં તેમનું જીવન વ્યતીત કરી રહ્યા છે. તેમનું આવું ઉચ્ચતમ જીવન બંગલેરમાં ઘણું જ લેકેના ઉદ્ધાર માટે પ્રેરણાદાયી બન્યું છે.
તેમના સુપુત્ર શ્રી અમીચંદભાઈ પણ પિતાની માફક શ્રાવક ધર્મથી રંગાયેલા છે. તેઓશ્રી બરાબર જાણે છે કે, ધર્મ સિવાય આપણી સાથે કંઈ આવવાનું નથી આથી તેમનું આચરણ પણ એ પ્રકારનું છે. તેઓશ્રી પિતાના વિશાળ ધંધામાંથી સારો સમય કાઢીને ઘણાજ ઉત્સાહપૂર્વક ધાર્મિક કાર્યો કરી રહેલ છે. તેમના ધર્મપત્ની અ, સૌ. વ્રજકુંવર બહેન ઘણુંજ થમિક તેમજ શાંત અને સરળ રવભાવી છે. તેઓ પણ પોતાનું જીવન સાદાઈથી વ્યતીત કરી રહ્યા છે.
શ્રી અમીચંદભાઈને ત્રણ પુત્રીને અને એક પુત્રીરત્ન પ્રાપ્ત થયેલ
For Private And Personal Use Only