SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir राष्ट्रकूट राजा गोविन्द ३ जानां राधनपुरनां पतरां ભાષાન્તર છે (ક. ૧) જેના નાભિકમળને બ્રહ્માએ નિવાસસ્થાન કર્યું છે અને હર જેનું શિર ઈન્દુલાથી મંડિત છે તે તમારું રક્ષણ કરે ! (પ્લે. ૨) વિશાળ વક્ષ:સ્થળ પરના ઝળહળતા કૌસ્તુભમણિનાં લાંબાં કિરણોથી ઢંકાએલા કંઠવાળે, સત્યસંપન્ન, અને વિપુલ ચકથી અરિગણુને પરાજય કરનાર, કૃષ્ણ સમાન ભૂમિ પર કષ્ણરાજ, જેને કંઠ તેના વિશાળ વક્ષ:સ્થળને આલિંગન કરતી લહમીદેવીના પ્રસારેલા કરથી ઢંકાએલો હતો, જે સત્યસંપન્ન હતું, અને જેણે મહાન સેનાથી શત્રુઓને વિજય કર્યો હતો અને જેનાં કૃત્યે કાળાં નહતાં તે હતા. (લે. ૩) દેવમંડળથી ધારણ થએલા મન્દર પવત, ત્વરાથી અને સહેલાઈથી, પક્ષછેદનના ભયથી આશ્રય લેતા મોટા પર્વતના સમૂહથી પ્રકાશતા, દસ્તર અને ઝળહળતાં રત્નોથી પૂર્ણ સાગરમાંથી લક્ષમી હરી લીધી તેમ સમસ્ત પ્રજ્ઞ જનની સહાયથી, પક્ષ છેદનના ભયથીઆશ્રિત મહાન રાજકુલેથી મંડિત, અજિત અને વિમલ પ્રભાવાળા ખજાનાવાળા ચાલુક્ય અન્વય(કુલ)માંથી લક્ષમી, તે વલ્લભે ત્વરાથી અને સહેલાઈથી હરી લીધી. (પ્લે. ૪) તેને, ચણ્ડ કિરણોથી સર્વ દિશાઓમાં ત્રાસ આપનાર સૂર્ય માફક મહાન પ્રતાપથી ભૂમંડલમાં આણ વર્તાવનાર અને તે છતાં માણસને હલકા કરો( વેરા )થી આનંદ આપનાર, પૈર્યધનવાળે, અને શત્રુઓની વનિતાનાં મુખ કમલનું સૌદર્ય હરનાર અને જેના યશની માળા દિગ્નાયિકા નિત્ય ધારતી તે ધેરનામને પુત્ર હતે. | (હો. ૫) જેષ્ટાનું ઉલ્લંઘન કર્યા છતાં વિમલ પ્રભાવાળા ઇંદુ સમાન જેક બંધનું (ગાદી પર આવતાં) ઉલંઘન કર્યા છતાં વિમલ લહમીથી સંપન્ન, ચેત૨ફ સર્વને નિષ્કલંક રાખનાર, સ્થિર, અને દેષરહિત હતું તેને સર્વથી ( કર્ણ સિવાય ) અધિક દાન કરતે જોઈ કર્ણ નીચેથી મદઝરતા ગજે લજજાથી શરમાઈ દિપ્રાન્ત ( દિશાઓને છેડે) ઉભા રહ્યા. (૪) અતિ બલવાન, અજિત અને ભૂતલ પર ફરી વળનાર, અતિ મદવાળા તે ગંગને અને બન્દીવાન થએલ ઈ, કલિ કેદની શિક્ષાના ભયથી નાશી ગયો. () પલ્લવમાં એક તરફથી તરવાર ખેંચી રહેલા દ્ધાઓની સેનાથી અને બીજી તરફ કીડા કરતા બગલાએથી ભયાનક સાગરથી, ઘેરી લઈ અને તેને નમન કરતા તેની પાસેથી મદઝરતા માતંગો લઈને પણ, તે કદ્ધિ પણ લેશ માત્ર મદ રાખો નહીં, એ આશ્ચર્ય ઉપજાવે તેવું છે. (૮) અતુલ સેનાથી ગાંડની રાજ્યશ્રીની સહેલાઈથી પ્રાપ્તિ માટે અભિમાન રાખતા વસરાજ ને મરૂન. રણમાં હાંકી મૂકી, તેની પાસેથી ગૌડના શર ઈદુના કિરણ જેવાં વેત બે રાજછત્ર લઈ લીધાં, એટલું જ નહીં પણ તેને સર્વત્ર પ્રસરેલ યશ પણ લઈ લીધે. (૯) ભૂતલના શુદ્ધ આચારથી પ્રસ્થાપિત થએલા કલિને સત્વર હાંકી મૂકીને કૃતયુગની પુનઃ પૂર્ણ સ્થાપના તેણે કરેલી છતાં નિરૂપમ કલિવલ્લભ કેમ કહેવાય તે અદ્દભુત છે. (૧૦) પરમેશ્વરના મસ્તકને સ્પર્શ કરતાં, સાગરમાંથી પ્રકટ થતાં કિરણવાળા ઇન્દુ તથા પૂર્વ દિશાના ઉંચા પર્વત પરથી નિત્ય ઉદય પામતા કમલને આનંદ આપતા સૂર્ય જેવા તે સદાચારી નિરૂપમ ને, શુદ્ધાત્મા, નૃપતિઓનાં શિર પર ચરણ રાખનાર, અસંખ્ય જનને આનન્દ આપનાર, પ્રતાપી, સદા ઉદય પામતે, સજજનોનો પ્રિય ગોવિંદરાજ પુત્ર હતા. ( ૧૧ ) એ અવગુણસંપન્ન નૃપના જનમથી-યાદવવંશ જ મ મધુરિપુના જન્મથી અજિત બચે તેમ– શ્રી હકુ કુલ અજિત બન્યું છે કે, પ્રતાપી શત્રુને દેશને ન કાઢી For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy