________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुजरातना ऐतिहासिक लेख ગુજરાત બહાર માળવા મેવાડ ઉપર આણ ફરતી તેવાઓએ પિતે કે તેના સામંતોએ ત્યાં લખા વેલા લેખે પણ આમાં સંગ્રહિત થવા જોઈએ. તેમજ દક્ષિણના રાષ્ટ્ર અને કેનેજના પ્રતિહારોની અમુક વખત ગુજરાત ઉપર સત્તા હતી તેઓના લેખન અને ગુજરાત બહારના પણ પ્રસંગોપાત ગુજરાતને લગતા લેખોને પણ આમાં સમાવેશ કરે જોઈએ. આ સંબંધમાં મારે જણાવવું જોઈ એ કે કુમારપાળ અને સિદ્ધરાજ વિગેરેના ગુજરાત બહારના ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી લાગ્યાતેવા લેખેને પ્રથમથી જ આ બીજા ગ્રન્થમાં સમાવેશ કરવામાં આવેલ છે. તેમ જ દક્ષિણના રાષ્ટ્રકટ એ ગુજરાતમાં આપેલાં દાનસંબધી લેખે તેમ જ ગુજરાત શાખાના રાષ્ટ્રકૂટોને બધા લેખે આમાં સંગ્રહિત કરેલાજ છે. ગુજરાત બહારના પણ ગુજરાતના ઇતિહાસને ઉપયોગી થાય તેવા લેખોનું પત્રક તૈયાર કરી ત્રીજા ગ્રંથની અંતમાં છાપવાને પણ સભાએ હમણાં ઠરાવ કર્યો છે.
વલભીનાં બધાં તામ્રપત્રો ન છાપવાની ભલામણું માટે મેં મારો અભિપ્રાય ગ્રંથ ૧ લાની પ્રસ્તાવનાના પારીગ્રાફ પાંચમામાં રજુ કરેલ છે તેથી વિશેષ કહેવાનું રહેતું નથી. આમાં બધા લેખો આખા છાપવાથી અગવડતા થવાને બદલે સગવડતા વધે છે તેથી ખાસ બચાવ કરવાની પણ જરૂરીયાત લાગતી નથી.
પૂ. મહામહોપાધ્યાય ૫. ગૌરીશંકર ઓઝા, શાસ્ત્રી દુર્ગાશંકરજી તેમ જ પ્રોફેસર એમ. એસ. કેમીસેરીએટ ઈત્યાદિ શુભેચ્છકોએ ગ્રંથ ૧ લા માટે જે સંતોષ પ્રદર્શિત કરતા અભિપ્રાયે મોકલ્યા છે તે ટાંકવામાં આડઅર તથા આત્મ સ્તુતિને આભાસ આવે તેથી આંહી રજુ કરેલ નથી. છે. કેમીસરીએટે તે આની અંગ્રેજી આવૃત્તિ થાય તે ઇષ્ટ છે, એમ પણ ઈચ્છા પ્રદર્શિત કરી છે. તે બધાઓને આભાર માનવાની આ તક લઉં છઉં.
આ. શિ. વ.
For Private And Personal Use Only