________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર–સારરૂપે ૧–પ્રસ્તાવના-(અ) “પ્રૌઢ પ્રતાપ” એમ પંક્તિ ૮-૯ માં ઉમાપતિ-વર-લબ્ધ-પ્રસાદ પહેલાં અહીં છે તે વિકમ સંવત ૧૨૬૩ ના નં. ૩ માં તેની પાછળ છે તે અપવાદ સિવાય, વંશાવલી ડે. બુહલરના અણહિલવાડના ચૌલુકય દાનપત્રો નં. ૩ સાથે શબ્દ શબ્દ મળતી આવે છે. અન્તના ભગવાન વ્યાસના લેકે પણ તે જ છે. ફક્ત નં. ૩ નો ક. ૩. પડતા મૂક્યા છે.
( બ) અણહિલપાટકમાં રાજા ભીમદેવ. ૨. દંડાહિથિકના રાજ પુરૂષ અને પ્રજાને વિકમ સંવત ૧૫૬ (ઈ. સ. ૧૨૦૦ ) ભાદ્રપદ, અમાસ ને મંગળવારે નીચેનું દાન જાહેર કરે છે –
૨-દાનનું પાત્ર–રાયકવાલ બ્રાહ્મણ જ્ઞાતિના જોતિ સેડલને પુત્ર આસધર.
૩-દાનની વર-કડામામમાં પૂર્વ ભાગે, મહીસાણ ગામના આનલેશ્વરદેવની ભૂમિની પડોશની અને ડાબી તરફ ઉલિગ્રામ જતા માર્ગ વાળી ચાર (૪) હલવાહ ભૂમિ જેની સીમા –
પૂર્વ-આરડ અને બલનાં ક્ષેત્રે. દક્ષિણે- રાજમાર્ગ પશ્ચિમે–આનલેશ્વરદેવનાં ક્ષેત્રા. ઉત્તરે–ગાંગાસક્ત ને વાંકીય આદિ નજીક હિલિકાગામની સીમા,
-રાજપુરૂષો-લેખક, વૈજલને પુત્ર મહાક્ષપટલિક કેયર
દૂતક, મહાસાંધિવિગ્રહિક ઠકર ભીમાક.
આ રાજાને આજદિન સુધી સર્વથી પહેલાં પ્રકટ થએલે લેખ તેનું રાજ્ય વિક્રમ સંવત ૧૨૬૩ માં આવ્યું છે, અને છેલ્લામાં છેલ્લો પ્રસિદ્ધ થએલો લેખ તેના રાજ્યને અંત વિક્રમ સંવત ૧૨૯૮ માં નક્કી કરે છે. આમ હોવાથી, આ લેખ ઘણા જ અગત્યને છે, કારણ કે તેનાથી આપણે આ રાજાનું રાજ્ય વિ. સં. ૧૨૫૬ ( ઈ. સ. ૧૨૦૦ ) સુધી પાછળ લઈ જઈ શકીએ છીએ.
For Private And Personal Use Only