SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रभासपाटणमां भद्रकालीना मंदिरमा राजा कुमारपालना समयनो शिलालेख ६५ ભાષાન્તર (૧) શિવને નમસ્કાર હો. ભવાનીપ્રિય શંકરને તેની કેપિત સહચરીએ “તમારી જટામાં હું ગંગાની હાજરી સહન કરું છું તેથી આ શડ ! તમે તમારા કર્ણમાં તેની લીલા કરાવો છે અને કમે તમે તેને તમારા અંકમાં લીધી છે.” એમ ઉદેશ્ય. ત્યારે શ્રીશંકરે કહ્યું કે નારીઓમાં શ્રેષ્ઠ ! ગુરૂ ગડની આ કીર્તિ મારી ભ્રમરનું ભૂષણ માત્ર છે તે (શંકર) તમારી રક્ષા કરો. - (૨) વિધ્રરાજ ગણપતિ જ્ય પામે. હું તમને નમન કરું છું. સંત ગંડના ગુની પ્રશસ્તિનું કાર્ય કરે ત્યાં સુધી મારી વાણી પ્રવાહ ચાલુ રહે તે માટે સરસ્વતિ મને નકિતાની શક્તિની પ્રસાદી અ. (૩) કામદેવના અંગને ભરમ કરનાર કાંકરથી પવિત્ર થએલે, અને તેને શિર પર ધારનાર દેવની આજ્ઞાથી પિતે જ પસારેલી આ પદ્ધતિ સત્યુગમાં પાર્વતી શાપથી અદશ્ય થએલા પશુપન મનના બુદ્ધિમાન અનુયાયીઓને આપી દેનાર શશિનો વિજય થાઓ. (૪) જ્યારે કલિયુગને થોડો સમય વહી ગમે ત્યારે શંકરે મંદિરને જી (ાલમાં જે નન્દીશ્વર્સ તેને ઉદ્ધાર કરવા આજ્ઞા કરી. (૫) શ્રી કાન્યકુજ વિષયમાં વારાણસી નગરીમાં જે દેવનાનું, ધર્મનું અને મોક્ષનું સ્થાન હતું તે વિખ્યાત પુરીમાં દ્વિજવરના ઘરમાં શિવની આજ્ઞાથી નશ્વરે જન્મ લીધો અને પશુપતિનું વ્રત કર્યું. (૬) તે તપને નિધિ યાત્રાઓ માટે, નૃપને દીક્ષા આપવા માટે અને પશુપતિનાં સ્થાનની રક્ષા કરવા માટે નીકળ્યો. (૭) અતિ વિદ્વાન, અખિલ જગથી પૂજિત, વિવિધ યાત્રા કરનારાઓના ઉપમાનની પદવી પ્રાપ્ત કરનાર, નકુલિશ સમાન દેહવાળે, મુનિએથી પૂજા, કામદેવ સમાન, અને તેને પિતાને આગમ સ્પષ્ટ કરતાં એકત્ર મૂકેલાં શાસ્ત્ર સમાન, ભાવ બૃહસ્પતિ ધારાપુરી ગયે. (૮) માલવા અને કાન્યકુજ અને ઉજનમાં કરેલાં તપથી, પરમારને તેના શિષ્ય બનાવી, મઠનું સુરક્ષણ કરીને અને તેની સાથે અતિ પ્રસન્ન થએલા જયસિંહદેવ નૃપને બાતૃભાવ પ્રાપ્ત કરીને, ત્રિભુવનમાં ભાવબહસ્પતિની મતિ સર્વથી ઉજજવળ ભાસે છે. () આ જગમાં તેના જન્મનું કારણુ શંભુએ મરણ કરાવ્યાથી, પવિત્ર મનના ભાવ બૃહસ્પતિએ મંદિરને ઉદ્ધાર કરવા વિચાર કર્યો તે દિવસે સિદ્ધરાજે અંજલિ કરીને તેને સર્વથી શ્રેષ્ઠ માન આપ્યું અને અતિશ્રદ્ધાથી તેની સેવા કરી. (૧૦) જ્યારે તે નૃપ સ્વર્ગમાં ગયો ત્યારે અચિત્ય મહિમાવાળે, ભલ્લાદેશ અને ધાર નગરીને સ્વામી જાંગલના ધનવાન નગરને ગજ સમાન રાજાઓનાં શિરપર તરાપ મારતો સિંહ સમાન અને પોતાના શૌર્યથી તેજસ્વી એ કુમારપાલ રાજા ગાદી પર આવ્યું. (૧૧) ત્રિભુવનમાં કલ્પતરૂ સમાન શ્રી કુમારપાલ રાજા રમ્ય અને વિજયી સિંહાસન પર રાજ્ય ચલાવતા ત્યારે ગંડ ભાવ બૃહસ્પતિએ શિવનું મંદિર જીર્ણ સ્થિતિમાં જોઈ તે દેવનું મંદિર ઉદ્ધરવા રાજાને કહ્યું. (૧૨) શંકરના શાસનથી મહાન મંદિર બંધાવનાર, ચાર વર્ષોથી માન પામેલા, દઢ મનના, ગાર્ગીય ગેત્રમાં જન્મેલા શ્રી બહસ્પતિને પૃથ્વી પર ગંડેશ્વરના નામથી વિખ્યાત, ગેત્ર મંડલમાં શ્રેષ્ઠ હોઈ સર્વને સ્વામિ કુમારપાલે બનાળે. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy