________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નં. ૧૪ સિદ્ધરાજ જયસિંહનો ગાળાને શિલાલેખ
વિ. સં. ૧૧૯૩ વિ. વ. ૧૪ કાઠિયાવાડમાં ઝાલાવાડ પ્રાંતમાં ધાંગધરાથી આઠ માઈલ ઉપર ગાળા અને દુદાપુર ગામથી સરખે અંતરે ચન્દ્રભાગા નદીને પશ્ચિમ કાંઠે જાના મંદિરનાં ખંડેર છે. કાઠિયાવાડ ગેઝેટીઅરમાં તેમ જ સ્વર્ગસ્થ કર્નલ જે. ડબલ્યુ. વોટસને રચેલ ધ્રાંગધરા સ્ટેટના વૃત્તાંતમાં તેના સંબંધી સહેજ પણ ઈમારે નથી તે ઉપરથી એમ માની શકાય કે તે મંદિર અત્યાર સુધી કેઈન પણ જાણવામાં આવ્યું નહતું. પરિણામે મંદિર તદન અરક્ષિત દશામાં પડેલું છે. પરંતુ હવે તે મંદિરની ઐતિહાસિક ઉપચાગિતા સ્ટેટને સમજાવ્યા પછી તેની પૂરતી સંભાળ લેવાશે એમ મને ખાત્રી છે. અત્યારે જેટલો ભાગ મંદિર હયાત છે તે ઉપરથી તે મંદિર કયા દેવનું હશે તેનું અનુમાન થઈ શકે તેમ નથી. સભામંડપમાં જવાનો માર્ગ એક નાની ચાલીના જેવો છે અને તેનું માપ ૮-૪°૪૬–૪ છે. પરંતુ સભામંડપની પશ્ચિમ તેમ જ ઉત્તર બાજુએ નિજ મંદિરનું નામ નિશાન નથી. માત્ર દક્ષિણ તરફ ઉત્તરાભિમુખ નાનું મંદિર છે અને તેમાં ગણેશની ખંડિત મૂર્તિ છે. આ મંદિરમાંના બધા લેઓ ભૂખરા પત્થર ઉપર કતરેલા હોવાથી ઘસાઈ ગએલા છે. જોકે આ એક લેખ પ્રમાણુમાં સહુથી વધુ સુરક્ષિત છે. લિપિ લગભગ બારમી સદીની દેવનાગરી છે. માત્રા બધે હાલની માફક અક્ષરની ઉપર નહીં, પણ અક્ષરની પહેલાં લખેલ છે. ભાષા અશુદ્ધ સંસ્કૃત છે.
લેખ વિ. સ. ૧૧૯૩ ૧. વ. ૧૪ ગુરૂવારની સાલને છે અને તેમાં ચૌલુક્ય રાજા સિદ્ધરાજ જયસિંહનો ઉલ્લેખ છે. આ રાજા મૂળરાજથી સાતમ છે અને ગુજરાતમાં સધરો જયસિંગ તરીકે ઓળખાય છે. તેણે ઈ. સ. ૧૦૯૪ થી ૧૧૪૩ સુધી રાજ્ય કર્યું. સિદ્ધરાજને આ પહેલામાં પહેલો શિલાલેખ છે.
જયસિંહદેવના બિરૂદ પૈકીનાં નીચેના ત્રણ આ લેખમાં આપેલ છેઃ ૧ સમસ્ત રાજાવલિ વિરાજિત ૨ સિદ્ધચક્રવર્તિ કે અવન્તિનાથ. ત્રીજી પંક્તિમાં ખજાનચી (વ્યયકરણે મહામાત્ય) અંબપ્રસાદનું નામ આપેલું છે. તે જ મંદિરમાં વિ. સં. ૧૨૧૫ ના બીજા લેખમાં બીજા અમલદાર કલાપ્રસાદનું નામ પણું વાંચી શકાય છે. આ બે નામો માટે જ્યાસિંહદેવના પ્રસિદ્ધ થએલા લેખોમાં મેં જોયું પણ ક્યાંઈ મળતાં નથી, તેથી આ લેખમાંથી તે પહેલી જ વખ્ત જાણવામાં આવ્યાં છે.
બધી પંક્તિને શરૂવાતનો ભાગ તેમ જ મધ્યમાંને છેડે ભાગ ઘસાઈ ગએલ છે, છતાં લેખની મતલબ સમજી શકાય છે. લેખમાંથી સમજાય છે કે અંબપ્રસાદના સંબંધીઓએ ગણેશ તેમ જ ભટ્ટારિકાનું દેવળ બંધાવ્યું છે.
સિદ્ધરાજ જયસિંહે માળવા જિત્યાની તારીખ ચેકસ રીતે હજુ જણાઈનથી.ઉજજનમાંથી મળેલા તામ્રપત્રમાં પરમાર યશવમને વિ. સં. ૧૧૯૧ મહારાજાધિરાજ લખેલે છે. તે ઉપરથી સમજાય છે કે વિ. સં. ૧૧૯૧ સુધી માળવા જિતાયું નહોતું. ઉજજનમાં બીજો શિલાલેખ વિ. સં. ૧૫૯૫ ને મળે છે, જેની હકીક્ત આર્ક. સ. ૨. સ. ના ૧૯૧૫આખરના રીપોર્ટમાં આપેલી છે. તેમાં સિદ્ધ રાજને અવન્તિનાથ લખેલે છે. આ ઉપરથી અનુમાન કરેલું કે માળવા વિ. સ. ૧૧૯૧ અને ૧૧૯૫ વચ્ચે જિતાયું હશે. પરંતુ આ ગાળાને લેખ વિ. સં. ૧૧૯૩ ને છે અને તેમાં સિદ્ધરાજને અવન્તિનાથ લખ્યો છે તેથી માળવા ૧૧૯૧ અને ૧૧૯૩ વચ્ચે જિતાયું હોવું જોઈએ.
૧ જ, બી. એ. ર, એ. સે
, ૨૫ ૫, ૩૨૪ જી. વી. આચાર્ય
For Private And Personal Use Only