SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मूलराजनुं दानपत्र ભાષાન્તર ! રાજાવલી પહેલાં (માફક). રાજહંસ જેમ બન્ને વિમલ પક્ષવાળો, સુખનું સ્થાન હોવાથી કમલાશ્રયી બ્રહ્મા સરખ, નિજ પ્રભાવથી પૃથ્વી પ્રાપ્ત કરી એક પગલે પૃથ્વી માપનાર વિષ્ણુ જે, કૈલાસનિવાસી ચુંબકને ગિરિનિવાસી હાઈ મળતે, ઈન્દ્ર જેમ વિબુધ (પ્રજ્ઞા) જનેને અનુરંજતો, કલ્પતરૂ માફક આશ્રયીએને વાંછિત ફલ આપનાર, બ્રહ્માંડમાં મેરૂ પર્વત મધ્યસ્થ છે તેમ સર્વદા મધ્યસ્થ, સાગર જેમ સત્ત્વાશ્રયી, મેઘ માફક સર્વ પ્રાણ તરફ દયાળુ, ભીંજાયેલી ચૂંઢવાળા ઐરાવત માફક દાન માટે પાણીના અર્થથી ભીંજાયેલા હાથવાળ, ચૌલુકય કુળને, નૃપેશ શ્રી રાજિને પુત્ર, નૃપાધિરાજ શ્રી મૂલરાજ જેણે બાહુબલથી સરસ્વતી નદીથી સિચન થએલો પ્રદેશ જિત્યે હતું, તે (મૂલરાજ ) કંઈક ગામમાં મોઢેરના અધષ્ટમમાં વસતા સર્વ રાજપુરૂષો અને બ્રાહ્મણેત્તર સર્વ પ્રજાને આ પ્રમાણે જાહેર કરે છેઃ તમને જાહેર થાઓ કે મારી રાજધાની પ્રસિદ્ધ અણહિલપાટકમાં રહી, સૂર્યગ્રહણને દિવસે શ્રીરથલકમાં સરસ્વતી નદીના પૂર્વ ભાગમાં સ્નાન કરી, દેવપતિ રૂદ્રમહાલયની પૂજા કરી, સંસારની અસારતાનું ચિંતન કરીને, જીવન કમલપત્ર પરના જલબંદુ જેવું અસ્થિર માનીને અને પુણ્યકર્મનું ફલ પૂર્ણ સમજીને, મારા તથા મારા માતાપિતાનાં પુણ્ય અને યશની વૃદ્ધિમાટે ઉપર જણાવેલું ગામ તેની સીમા પર્યત, કાષ્ટ, તૃણુ અને જલ સહિત, ગોચર સહિત, અને દશ અપરાધના દંડને હકક અને તેવાં કૃત્યોને નિર્ણય કરવાની સત્તા સહિત, મેં વદ્ધિવિષય(છલા)માં ભડલીમાં વસતા શ્રીમૂલનાથ દેવને, દાનને શાસનથી અનુમતિ આપી, પાણીના અર્થે સાથે આપ્યું છે. આ જાણી ત્યાં વસતી સર્વ પ્રજા, અમારી આજ્ઞાને દયાનપૂર્વક પાળીને, ઉત્પન્ન ભાગ, વેરા, સુવર્ણ આદિ સર્વ તે દેવને અર્પણ કરશે. અમારા વંશજોએ અથવા અન્ય ગૃપાએ દાનનું પુણ્યફલ સર્વ નૃપોનું સામાન્ય છે તેમ માની, આ ધર્મદાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું. આને માટે ભગવત વ્યાસે કહ્યું છે કે ... ... ... .. ... . . કાયસ્થ જે જજના પુત્ર કાંચનથી આ દાનપત્ર લખાયું છે. સંવત ૧૦૪૩, માઘ વદી ૧૫ રવિવાર, શ્રી મૂલરાજના સ્વહસ્ત. ૧ ગાયકવાડી ઉત્તર મહાલમાં મોંઢેરાથી વાયવ્ય ખૂણામાં આવેલું નવું કાઈ, ૨ સિદ્ધ પ૨માં ભૂલરાજના રૂદ્રમાલા મંદિરના હાલના નામનું આ દેખીતી રીતે મૂળ નામ છે. તેનો અર્થ રૂદ્ર એટલે શિવને મહેલ એમ થાય છે. ૩ મંડલની મારી છેલ્લી મુલાકાતમાં આ એક વખતના સુવિખ્યાત મંદિરની શોધમાં ફેટ ફાંફાં માર્યા, તેમ વારંવાર દાનપત્રોમાં જણાવેલા તેની સાથેના આશ્રમની નિશાની પણ મળી નહીં. આવું મંદિર હતું તે બાબત કાઈ પણ માણસે સાંભળ્યું હોય એમ જણાતું નથી. છેવટે એક બુદ્ધિશાળી ભાટે સચના કરી કે મંડલને પર્વે બે માઈલ ઉપર મેલુ કા-કુઆ નામને એક કૂવે છે તેની નજીક કદાચ તે મંદિર હશે અને મેલુ એ મુલરાજનું અપભ્રંશ નામ હશે, હું કહીશ કે તેનો અર્થ “ખારાશવાળું' એમ થાય છે. મારી માન્યતા પ્રમાણે જે તળાવ પાસે ધણું શિલા લેખો ઉભેલા તે તળાવ પાસે જ દક્ષિણ બાજુએ આ મંદિરની હસ્તિ હતી, ૪ વદ્ધિ એ “વધિઆર’ વઢિયારને પર્યાય છે કે જે પ્રાચીન અને હાલનું નામ ઝીંઝુવાડાથી રાધનપુર વચ્ચેના કચછના રણની પડેશના પ્રદેરાનું છે, For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy