SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मूलराजनुं दानपत्र વશ કરવાથી જયસિંહને સિદ્ધરાજ નામ પ્રાપ્ત થયું એમ પણ ઘટાવે છે. બધે ઊહાપોહ કર્યા પછી એમ સંભવે છે કે બર્બરક ઉત્તર ગુજરાતમાં રહેતી કોઈ અનાર્ય જાતિને એટલે કે કાળી, ભીન્ન અગર મેહેર જાતિને હશે. કુમારપાલના રાજ્યના અનેક ઉપયોગી બનાવોમાંથી શાકભ્યરીના રાજાને જિત્યા બાબતનું જ વર્ણન લેખ નં. ૩ થી ૧૦માં છે. ત્યારપછીના રાજા અજયપાલ સંબંધી જૈન ગ્રંથકારો બહુ જ જુજ લખે છે. કારણ કે તેને તે ધિક્કારતો હતો. તેને પરમ માહેશ્વર અને મહા માહેશ્વર લખ્યો છે તેથી જૈનધર્મ તરફની વિમુખતા સ્પષ્ટ થાય છે. તેણે હેમચંદ્રના શિષ્ય રામચંદ્રને જીવતો બાળી મૂ અને જૈનનાં મંદિરો તેમ જ પુસ્તકોને નાશ કર્યો. તેની પછીના મૂળરાજ બીજાના રાજ્ય સંબંધી એક જ બનાવ જૈનગ્રંથકારોએ વર્ણવ્યો છે. અને તે તેની મુસલમાન ઉપરની જિત છે. ગર્જનક તે ગઝનવીનું સંસ્કૃત રૂપ છે. મેરૂતુંગ તેઓને ગજનક લખે છે. કીર્તિકૌમુદીમાં સં. ૨ ક. ૫૭ માં આ મૂલરાજે તુરૂષ્કના પાદશાહને જો એમ લખેલ છે. મી. ફેન્સે પણ તે જિત ખરેખરી અટકળી છે. ત્યાર પછીના રાજા ભીમદેવ બીજાના અગર ભેળભીમના રાજ્ય માટે લેખો બહુ ઉપયોગી છે. ગુજરાતી ગ્રંથકારે મી. ફેબ્સના સમયમાં જ યુએલા તેમજ અત્યારે જણાએલા પણ તેના રાજ્ય માટે બહુ જ થોડું લખે છે. મેરૂતુંગ અને સેમેશ્વરને આ ભીમ માટે મમતા નહતી. તેઓનું થાન, ગુજરાતના ભાવિ રાજાના બાપ, ધવલગ્રહ અગર ધોળકાના રાષ્ટ્ર વિરધવલ તરફ અને તેના બે જૈન મંત્રીઓ તેજપાલ અને વસ્તુપાલ તરફ ખેંચાયું હતું. મી. ફેન્સે તેટલા માટે ચાંદના પૃથિરાજ રાસા ઉપર તેમ જ પાછળના મુસલમાન ગ્રંથકારો જે ભસાપાત્ર નહોતા તેના ઉપર આધાર રાખેલ છે. ચાંદ ભીમને ઈ. સ. ૧૧૯૩ પહેલાં મરેલો વર્ણવે છે. મી. ફેન્સ તેને ઇ. સ. ૧૨૧૫ માં મુએલે વર્ણવે છે. ઈ. સ. ૧૨૩૧ ના આબુના લેખમાં ભીમને જીવતો લખે છે અને તે લેખનો ઉલ્લેખ મી. ફાર્મ્સ કરે છે. છતાં ઇ. સ. ૧૨૧૫ માં ભીમને મુએલ કેમ કે તે સમજાતું નથી. મેરૂતુંગ પણ પ્રબન્ધચિતામણિમાં લખે છે કે ભીમદેવે વિ. સં. ૧૨૩૫ પછી ૬૩ વર્ષ સુધી, એટલે કે વિસ. ૧૨૯૮ અગર ઈ. સ. ૧૨૪૧-૪૨ સુધી રાજ્ય કર્યું. આપણા લેખોમાં પણ ભીમદેવનું છેલ્લું દાનપત્ર વિ. સં. ૧૨૯૬નું છે અને ત્યાર પછીના ત્રિભુવનપાલનું પહેલું વિ. સં. ૧૨૯ નું છે. ભીમદેવના રાજ્યના ઐતિહાસિક બનાવો સંબંધી મેરૂતુંગ પ્રબન્ધચિંતામણિમાં લખે છે કે માલવાના સેડ એટલે કે સુભટવર્મને ગુજરાત ઉપર ચઢાઈને પ્રયત્ન કર્યો હતો અને તેના દીકરા અર્જુનદેવે ગુજરાતને નાશ કર્યો હતે. વ્યાધ્રપલ્લી અગર વાઘેલને લવણુપ્રસાદ જે રાણુ વીરધવલનો બાપ હતા તે ભીમને રાજ્યચિન્તાકારી હતું. ત્યાર બાદ વાઘેલાના તેમ જ તેના જૈનમંત્રીઓના વર્ણનમાં ઉતરી જાય છે. તેની વિચારશ્રેણીમાં તેણે ભીમ ૧૨૩૫ માં ગાદીએ બેઠે એટલું જ લખ્યું છે અને પછી ગજજનક( મુસલમાન )નું રાજ્ય થયું. સોમેશ્વરે કીર્તિક સુદી સ. ૨ ઑ. ૫૯-૬૧ માં ભીમને તેથી પણ ખરાબ વર્ણવ્યા છે, અને પછી મેરૂતુંગની માફક વાઘેલાનું વર્ણન શરૂ કરે છે. ગ્રંથકારે આમ લખે છે છતાં ભીમદેવના લેખે તેને ક્ષુદ્ર રાજા તરીકે વર્ણવતા નથી. આપણાં તામ્રપત્રોમાં તેને અભિનવ સિદ્ધરાજ નારાયણવતાર અને સપ્તમ ચકવર્તન લખેલ છે. તે બિરૂદ તેનાં પિતાનાં જ તામ્રપત્રમાં નહીં, પણ જયન્તસિંહના (ન, ૪) તેમ જ ત્રિભુવનપાલ(નં. ૧૦ ) ના લેખોમાં પણ છે. લેખે ઉપરથી એમ પણ પુરવાર થાય છે કે તેના તાબામાં સાબરમતીની ઉત્તર ગુજરાતને ઘણખરો ભાગ જે મૂલરાજ ૧ લાના તાબામાં હતું તે હતું અને દક્ષિણ રજપૂતાનાના ચંદ્રાવતી અને આબુના રાજાઓ તેની સત્તા કબુલ કરતા હતા. નં. ૬-૮-૯ માં For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy