SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अंकुलेश्वरनुं कृष्ण २ जानुं एक दानपत्र ભાષાન્તર ( ૨૦ ) આ... ... શ્રી દક્તિવર્મનને પ્રબળ પ્રતાપવાળ પુત્ર . .... ( ૨૧ ) મહાન નૃપમંડલથી સ્તુત્ય અને જેનાં ચરણુકમળ ... ... જે શત્રુઓના હાથીનાં કુમ્ભસ્થળ પિતાની ઉત્સાહપૂર્વક ખેંચેલી તરવારના પ્રહારથી ભેદતે, જે શૂરા, સજજન, વત્સલ અને અતિ સરળ હતું તેનાથી . . . . . . ( ૨ ) [ કેઈ વિજયના ઉત્સવમાં ઉજાણીનું વર્ણન આપતું જણાય છે ] જ્યારે દ્ધાઓએ મદિરા અને શત્રુઓના યશનું એકી જ કાળે પાન કર્યું.' ( ૩ ) કરમાં તરવાર ધારીને જેણે દૂર પ્રદેશમાં યશ સ્થાપે હતા, તેણે વલ્લભ નૃપની નજરેજ ઉજજયિનીમાં શત્રુઓનો પરાજય કર્યો. ( ૪ ) તેણે જીવિતને અસાર અને પવન અથવા વિદ્યુત જેવું ચંચલ માનીને, પરમપુણ્ય ભૂમિદાનનું આ ધર્મદાન કર્યું છે (૨૫) મહાન સામોને નાથ, અને સર્વ મહાશબ્દ પ્રાપ્ત કરનાર શ્રીમદ્ અકાલવર્ષ શ્રી કૃષ્ણરાજ સમસ્ત રાજપુરૂષોને (નીચેની આજ્ઞા) જાહેર કરે છે – તમને જાહેર થાઓ કે મારાં માતાપિતા અને મારા આ લોક તેમજ પર લેકમાં પુણ્ય અને યશ માટે અંકલેશ્વરમાં નિવાસ કરી, નર્મદા નદીમાં ભગવતતીર્થમાં સ્નાન કરીને, ચૈત્રી અમાસ ને સૂર્યગ્રહણ વખતે શકરાજાના સમય પછી સંવત ૮૧૦ માં-– અજવાસાવકના પુત્રો, વરિઅવિના નિવાસી, ઉક્તરથાનના ત્રિદિ મધ્યેના કુડિન ગોત્રન, યજુર્વેદનું અધ્યયન કરતા તણુઅવાસાવક અને તેના ભાઈ ગુહેશ્વર આ બે બ્રાહ્મણને બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર આદિ વિધિનાં અનુષ્ઠાન માટે કવિઠસાઠિ નામનું ગામ મેં પાણીના અર્થ સાથે આપ્યું છે. તેની સીમા – પૂર્વમાં વલછ ગામ; દક્ષિણમાં ઉત્તરપઢવક–ગામ; પશ્ચિમે વરિઅવિ બંદર અને ઉત્તરે વસુહારિક ગામ ... ... ... ... કમ(પૈસા)દાન દેવાયેલા પુરૂષોને ત્રણ હફતે આપવાના છે. એક ભાદ્રપદમાં બીજે કાર્તિકમાં ને ત્રીજો માધમાં; આ દાનપત્રને હતક અતિ મહાન મહામાત્ય અલેયક નામનો બ્રાહ્મણ. આ દાનપત્ર મેં લુકના પુત્ર મહા સાંધિ વિગ્રહિક શ્રી જજજકે લખ્યું છે. આ મારા શ્રીમદૂ અકાલવર્ષ કૃષ્ણ રાજના સ્વહસ્ત છે. ૧ સખાવો રધુશ ૪, ૪૨ ૨ વાસાવક એ વાસા૫કનું પ્રાકૃત ૧૫ છે. વાસાપક કોઈ પદવીધારી વર્ગ બતાવે છે. (રાઠેઠ દાનપત્ર નં. ૩ પતરૂં બીજું બી. પંકિત ૩);- જુઓ પ્રો. બુરહરની એ ભાગ ઉપરની નેટ.. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy