SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ નિષ્ફલારંભસંગત લાતો ખાતાં છતાં પૂંછડું છોડતો નથી. લોકોને કહે બાપાજી કહી ગયા છે કે, ‘બહુ વિચાર કરીને કામ હાથમાં લેવું, ને લીધા પછી અધવચ્ચે છોડવું નહિ. આમ આગળ પાછળનો ને પરિણામનો વિચાર કર્યા વિના વર્તમાનપર નિર્ણય લે અને ‘ગધે કા પૂંછ પકડા સો પકડા, છોડના નહીં જેવું કરે એ અજ્ઞ છે, મૂર્ખ છે. ભવાભિનંદીના નિર્ણય એવા મૂર્ખતાભર્યા હોય છે, જે આપમતિએ જ ચાલે યા મિથ્યામતિના તત્ત્વનો અભિનિવેશ રાખીને ચાલે, એને ગમે તેવો તાત્ત્વિક યથાર્થ ઉપદેશ આપો, એને સાંભળેલાનો બોધ તો થાય, પરંતુ પોતાના પકડેલાને છોડવાની વાતનહિ, એટલે બોધ મળ્યો છતાં એ મૂર્ખ અજ્ઞ જ રહે. વક્તાએ દોઢ કલાક ગળું ખેંચ્યું હોય, છતાં આ ભવાભિનંદી તો એક જ કહે ‘મહારાજનો ધર્મ ઉપદેશનો. એટલે એ એમ જ કહે. આપણે તો ભાઈ ! કરતા હોઇએ એ કરતા રહેવાનું’ એણે શું કર્યું આ ? દોઢ કલાકની મહેનતે ઊભા કરેલા ચિત્રપર શાહીનો ખડિયો ઢોળી દીધો! આવી અજ્ઞતા કાઢવી હોય એના માટે એક જ સીધો માર્ગ વીતરાગ શરણ. અચિંત સત્તિનુત્તા હિ તે માવંતો વીસરા સજ્વળ્ય। પરમØાળા પરમઠ્ઠાળહે સત્તાના मूढे अम्हि पावे अणाइमोहवासिए अणभिन्ने भावओ, हिआहिआणं अभिन्ने सिआ ॥ અર્થાત્ તે મહાન પ્રભાવવંતા વીતરાગ સર્વજ્ઞ (ભગવાન) ખરેખર અચિંત્ય સામર્થ્યવાળા છે. અમે પાપી, અનાદિના મોહથી વાસિત છીએ. ભાવથી અનભિજ્ઞ- અજ્ઞાન છીએ. (પણ ઇચ્છીએ છીએ કે અમે) સજ્ઞાન થઇએ, આમ સર્વજ્ઞનું શરણું લઇ દરેક બાબતમાં એમનાં વચનને અનુસરે, એ સુજ્ઞ બને. ભવાભિનંદીને એ આવડે નહિ, માટે એ અજ્ઞ જ બન્યો રહે છે. (૮) નિષ્ફલારંભસંગતઃ વળી ભવાભિનંદી નિષ્ફળ કાર્યો કરવાવાળો હોય છે. કામ આરંભે હોશથી, કેમ જાણે સમજતો હોય કે – ‘પૂરું પાડી દઈશ.’ પરંતુ એને પૂર્ણ કરી શકતો નથી, અથવા એમાં ધાર્યું ફળ લાવી શકતો નથી, એનું કારણ એ છે, કે ‘સર્વત્રાતત્ત્વાભિનિવેશાત્' એને બધે અતત્ત્વનો જ દુરાગ્રહ હોય છે, પૂછો, – પ્ર. - નિષ્ફળતા અને અતત્ત્વદુરાગ્રહને શો મેળ? 73 ઉ. મેળ આ રીતે - એક વાત સમજી રાખો કે, ભવાભિનંદી જીવ ભવના એટલે કે પૌદ્ગલિક વિષયોના જ આનંદને આનંદ માનનારો હોય છે, એ એનો અતત્ત્વનો આગ્રહ છે, કેમકે પૌલિક આનંદ એ વાસ્તવમાં આનંદ નથી, ક્યારેક જે વિષયોમાં આનંદ લાગતો હોય છે, એ જ વિષયોમાં સમય-સંયોગ-પરિસ્થિતિફરી જતા આનંદ લાગતો નથી, દુઃખ લાગે છે. દા.ત. સવારે નાસ્તો આવ્યો ત્યારે આનંદ લાગ્યો. પરંતુ પછી બાર વાગે ભૂખ છતાં પીરસનાર નાસ્તો હાજર કરે તો આનંદ નથી લાગતો, ત્યાં તો રોટી દાળશાકમાં આનંદ લાગે છે. સમય ફર્યો આનંદ ડૂલ. એમ સવારે નાસ્તામાં પુરીસાથે ચાહ – દૂધનો સંયોગ હોય, તો આનંદ લાગે છે, પણ દાળનો સંયોગ હોય તો આનંદ નથી લાગતો. પૂરીસાથે સંયોગ કરતાં પૂરીમાંથી આનંદ ઉડ્યો. એમ બાળપણમાં ખેલવામાં આનંદ લાગતો, ને કુમાર-યુવાઅવસ્થા આવતાં એમાં આનંદ નથી લાગતો. અવસ્થા પરિસ્થિતિ ફરતાં એ જ ખેલવામાંથી આનંદ ઉડ્યો. . આવા જગતના વિષયોના આનંદ કામચલાઉ છે, અસ્થિર છે, કાયમી નથી, હંમેશમાટે આનંદ એટલે આનંદ જ એવું નથી. ભૂખ હતી ત્યાં સુધી ૫ - ૭ પેંડા ઉડાવવામાં મહા આનંદ દેખ્યો. પછી પેટ પૂરું ભરાઈ ગયે જજમાન વધુ બે પેંડાનો આગ્રહ કરે, તો આનંદ નહિ દુઃખ લાગે છે, અને
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy