________________
250
મન નહીં રાખ’ આ ગણિત આવી જાય. રાગના સાધનોમાં મન જરા પણ વળોટાઇ ન જાય, તેની સાવધાની આવી જાય. વચનપર સહજ નિયંત્રણ આવી જાય, અને જે ખોલાય, તે જયણાપૂર્વકનું જ બોલાય, તેવી સાવચેતી આવી જાય. ધર્મથી હૃદય વાસિત થવાથી હવે માત્ર ધર્મસાથે જ સગાઇ રહી છે એ વાત મનમાં પાકી થઇ જાય.
આ ધારણાના પ્રભાવે મનમાં ધર્મ જ ખરો સગો લાગે, બધે જ – બધા જ વ્યવહારમાં ધર્મની જ છાયા પડે. ધર્મખાતર બધો ભોગ આપવાનું સહજ થઇ જાય. જે તુચ્છ ચીજોમાં આનંદ માણે, તે અધમ કોટિમાં છે. જે દુન્યવી ઊંચી – કિંમતી ચીજોપર આનંદ માણે તે મધ્યમ છે. પણ જે ઉત્તમ કોટિના - આ દષ્ટિને-ધારણા ને પામેલા છે, તેઓને તો દુન્યવી ઊંચી-કિંમતી ચીજોમાં પણ આનંદ નથી આવતો, એમને આનંદ આવે છે તીર્થયાત્રામાં, જિનભક્તિમાં, ગુરુસેવામાં ને આરાધનાઓની સાધનામાં.
કાંતાદષ્ટિવાળાઓનું ઉત્તમતત્ત્વની ધારણામાં ચિત્ત ઠરે છે. આપણે આપણી જાતને પૂછીએ – આપણું ચિત્ત ક્યાં ઠરે છે ? માન સરોવરના હંસની જેમ ઉત્તમ વાતોરૂપી મોતીના ચારામાં કે કાગડાના જમાતની જેમ તુચ્છ – વિષયોના ગંદવાડમાં? સમજી લ્યો, પ્રભુએ બતાવેલી વાતો, ગુરુઓએ પીરસેલું તત્ત્વજ્ઞાન એ મોતીનો ચારો છે, અને સંસારની બીજી-ત્રીજી લપ્પન-છપ્પનો એ ગંદવાડ છે.
જેમ-જેમ યોગદષ્ટિમાં જીવ આગળ વધતો જાય, તેમ તેમ તેનો આત્મા પ્રસન્ન થતો જાય, શાંત થતો જાય, શીતળ બનતો જાય. તે-તે યમઆદિ યોગાંગો સિદ્ધ થતાં આવે. એમ છઠ્ઠી દૃષ્ટિમાં આવ્યો એટલે ધારણા યોગાંગ સિદ્ધ થયો.
અને જેમ પૂર્વની દૃષ્ટિઓમાં ઉત્તરોત્તર એક એક દોષનો હ્રાસ થયો, યાવત પાંચમી દષ્ટિમાં ભ્રમ ટળ્યો, તેમ છઠ્ઠી દષ્ટિમાં તમામ ક્રિયાઓ ઉપયોગ
યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩
પૂર્વક કરતો હોવાથી અન્યમુદ્ નામનો દોષ ટળે છે.
‘અન્યમુદ્’ એટલે જે સાધના ચાલે છે તેનાથી અન્ય-ભિન્ન એવી બીજી - ત્રીજી વસ્તુઓમાં આવતો મુ= આનંદ. તેનો ત્યાગ આ દૃષ્ટિમાં આવે. આત્માને એવો કેળવવાનો છે, કે એક ક્રિયા કરતી વખતે બીજી ક્રિયાનો પણ આનંદ વચ્ચે ન લવાય. ક્રિયા પ્રત્યે વફાદારી જોઇએ. જે વખતે જે ક્રિયા કરતાં હોઇએ, તે વખતે એનો જ આનંદ માણીએ, એ એ ક્રિયા પ્રત્યે વફાદારી છે.
પાંચમી દષ્ટિના પ્રભાવે ભ્રાન્તિદોષ ટળ્યો ને સ્થિરતા આવી, તેનો ઉપયોગ આ છઠ્ઠી દૃષ્ટિમાં એ માટે જ છે, કે હવે ‘આ ક્રિયા કરતાં આ સારી’ એમ ચાલુ ક્રિયા કરતાં બીજી ક્રિયાને સારી માનવાની ભ્રાન્તિટળી જાય છે, અને તે- તે ક્રિયામાં સ્થિરતા આવે છે. બીજામાં રસ હોય, ચાલુ યોગ કરતાં બીજામાં વધુ આનંદ આવશે, એવી ગણત્રી બેઠી હોય, તો ચાલુ ક્રિયામાં મન સ્થિર ચોટેલુ નહીં રહી શકે. જો જે ક્રિયા-યોગ ચાલતાં હોય, એમાં જ સ્થિરતા અને મહાનંદ અનુભવાય, તો બીજાનો રસ પણ સુકાતો જાય. તેથી જ વિશુદ્ધ સાધનાચોકખી સાધના કરવા માટેની શરત છે કે તે-તે સાધનાપ્રત્યે અત્યંત કર્રાવ્યતાનો ભાવ ઊભો કરાય.
દરેક આરાધનાના યોગમાં ‘અહો કેવું સૌભાગ્ય ! કે આવા અલૌકિક આરાધનાના યોગ મળ્યા’ એવો ઊછળતો હર્ષ- આનંદ અનુભવાતો હોય, તોતેમાં પછી બીજા-ત્રીજાનો આનંદ પ્રવેશે નહીં. અહીં સમજવાની વાત છે, કે એક આરાધનાક્રિયાવખતે બીજી આરાધના-ક્રિયાનો પણ જો આનંદ કે રસ લાવવાનો નથી, તો બીજી અનુકૂળતાપ્રતિકૂળતાનો અભાવ વગેરેનો આનંદ લાવવાની તો વાત જ ક્યાં રહી ? જો અનુકૂળતાનો આનંદ માણવા ગયા, તો તમારી ક્રિયાનું બારદાન રહી જશે, અંદરના શુભભાવોની કસ્તૂરી ચોરાઇ જશે.