________________
અભિમાન કૃત્
અને શાસ્ત્રનું લખે, તો ય ક્યાંની વાત ક્યાં લગાડી ઠે, અથવા શાસ્ત્રના પદાર્થ ધરાર ઊડી જાય એવી રીતે એના પરમાર્થ કાઢે, અથવા ઉપલી કક્ષાની દેશના નીચેની કક્ષાવાળાને આપે. દા.ત.
(૧) હજી બે પ્રતિક્રમણનાં સૂત્રો ન આવડતા હોય, તેથી એ ગોખાવાના હોય, ત્યાં કહે ‘એકલી ગોખણપટ્ટી નકામી, અર્થ સમજવા જોઇએ, અર્થની કિંમતી છે પોપટપાઠની નહિ' અથવા. (૨) હજી ધર્મના આચાર અનુષ્ઠાનની પુષ્કળતા નથી, અતિઅલ્પતા છે, ને સંસારની પ્રવૃત્તિઓ ભરચક છે, પૈસા અને રંગરાગની લગન છે, ધર્મક્રિયા અને જ્ઞાનની લગનજ નથી, ત્યાંકહેવું કે ‘ક્રિયા તો વ્યવહાર છે, અંતરના ભાવ એ નિશ્ચય છે, નિશ્ચયથી ભવસાગર તરાય, વ્યવહારથી નહિ'. અથવા (૩) જે ભોગમાં લંપટ અને ડૂબેલા છે એને કહેવું કે ‘ભલે તમે ભોગ ભોગવતા હો, પરંતુ તમને સુખ ભૂંડા લાગે, તમારા દિલમાં ભોગપ્રત્યે હેયભાવ જાગ્રત હોય, તો તમે ત્યાં એકાન્તે કર્મની નિર્જરા કરનારા છો’, આ બધા પ્રતિપાદન શું પરિણામ લાવે ? (૧) સૂત્રો ગોખવા પર દુર્લક્ષ ઊભું કરે. સૂત્રપરની શ્રદ્ધા ઉડાડી દે. (૨) મહાવીર પ્રભુથી ચાલી આવતા પવિત્ર ક્રિયામાર્ગ અને આચારમાર્ગપર રુચિ જ નહિ થવા દે. ( ૩ ) મનથી મનાવશે કે ‘મને સુખ ભૂંડું લાગે છે, હું ભોગ ને હેય માનું છું.’ પછી ભોગલંપટતા જિંદગી સુધી નહિ છોડે, કદાચ દુરાચારે ય સેવી લેરો, ને મનાવરો આને હું હેય માનું છું. શ્રદ્ધા ન હોય અને એવાં એવાં વાંચન શ્રવણ કરે, એ કુતર્કમાં ફસાય. એટલા જ માટે શાસ્ત્ર પરસ્થાન-દેશનાને પાપદેશના કહી, કેમકે ઊંચી કક્ષાવાળાને યોગ્ય દેશના નીચેની કક્ષાવાળાને અપાય, દા.ત. ધર્મના ખૂબ આચારો અને ખૂબ ક્રિયાઓમાં રક્ત હોય, એને આંતરિક તેવી તેવી પરિણતિ જગાવવાનો અને તેમાટે
કે
107
આંતરિક પરિણતિનું મહત્ત્વ સમજાવતો ઉપદેશ આપવો યોગ્ય છે, પરંતુ જેનામાં હજી વિપુલ આચાર નથી. વિપુલ ધર્મક્રિયાઓ નથી, એની આગળ આંતરિકપરિણતિનું મહત્ત્વ સમજાવવા કહે, ‘એજ તારણહાર છે, બાકી એ વિનાની બાહ્ય ક્રિયાઓ સંસારવર્ધક છે’ તો એ પરસ્થાનદેશના થઈ, ને એથી એનીચેની કક્ષાવાળા જીવ સાંભળીને શું લઈ જશે ? ક્રિયા- આચારની બેપરવાઈ. આ પાપ લીધું, ધર્મ નહિ. એમ ભોગના ભમરાઓ આગળ તીર્થંકર ભગવાનના સમ્યગ્દર્શનનું એવું વર્ણન કરે કે ‘ભગવાન સમ્યગ્દર્શનના પ્રભાવે ભોગ ભોગવતા છતાં, અંતરથી એમાં અલિસ હતા. તેથી એ પાપ બાંધતા નહોતા. માટે સમજો કે ભોગ ભયંકર નથી, ભોગમાં આસક્તિ ભયંકર છે. ‘ભોગ ભૂંડા ન લાગે એ ભયંકર છે,’ તો આ પરસ્થાન દેશના થઈ. સાંભળીને ભોગલંપટ જીવો શું લઈ જવાના ? આજકે ભોગ ભલે ચાલે, એમાં આસક્ત નહિ થવું- અલિપ્ત રહેવું. આ શું લીધું ? ‘ભોગ વાંધાજનક નહીં” એવું પાપ લીધું, ધર્મ નહિ.
મૂળમાં લેખને કે વક્તાને મૂળમાં શ્રદ્ધા નથી એટલે આવા કુતર્કો ઉઠાવે છે, ને શ્રદ્ધા વિનાના ભોળા વાંચક – શ્રોતાઓ એથી પોતાના મગજમાં કુતર્ક ભરે છે.
(૪) અભિમાન કૃત્ ઃ કુતર્ક એ અભિમાન કરાવનારું છે, આત્મામાં મિથ્યાગર્વ પેદા કરે છે. જિનવચનને વરેલા હોય, એ તો શાસ્ત્રની વાતોને સરળ હૃદયે સ્વીકારી લેશે. પરંતુ જ્યારે પોતાની બુદ્ધિનું, પોતાની તર્કશક્તિનું અહંત્વ આવે છે, ત્યારે એ આગમની વાતોમાં કુતર્ક ઊઠાવે છે, અથવા કહો જ્યારે કુતર્ક ઉઠે છે, ને એને સ્થાપવા મથે છે, ત્યારે અભિમાન ઉઠે છે. જમાલીએ જ્યાં સુધી કુતર્ક ન હોતો કર્યો, ત્યાં સુધી એ મહાવીર ભગવાન પ્રત્યે નમ્ર હતો, પરંતુ જ્યાં કુતર્ક ઊઠાવ્યો