________________
ઉપદેશથી નુકશાન થયાનું સાંભળ્યું નથી કે ભવિષ્યમાં પણ એવું થવાની કઈ જ શકતા પણ દેખાતી નથી. કારણ કે તેઓશ્રીએ પોતાના ગુરુદેવશ્રી સિદ્ધાન્તમહોદધિ કર્મ સાહિત્ય નિષ્ણાત સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના ચરણેની ખરા ભાવથી આજીવન સેવા-ઉપાસના કરીને ખરેખર જૈનશાસનનું હાર્દ પ્રાપ્ત કર્યું છે. જેઓ ગુરુચરણ સેવા દ્વારા જ્ઞાનપ્રાપ્તિ કરે છે, તેમના ઉપદેશમાં કયારેય વિપરીત પ્રરૂપણાની શંકાને સ્થાન હોતું નથી. વ્યાખ્યાન-ગ્રન્થના વાંચકોને પણ આ નિર્ભેળ સત્યની પ્રતીતિ થયા વિના નહિ રહે કે પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ સાધુ જીવનમાં વ્યાખ્યાન પૂરતા કે શુષ્ક ચર્ચા કરવા પૂરતા શાસ્ત્ર-ગ્રન્થનું યા ઉપર ઉપરથી વાંચન કરી લીધું નથી, પરંતુ જુદા જુદા નોથી બહુમુખી પ્રતિપાદન કરનારા તાત્વિકગ્રન્થનું દિનરાત માર્મિક પરિશીલન કર્યું છે.
શ્રી ગઢષ્ટિસમુચ્ચય ખરેખર જીવનદૃષ્ટિને ઊજાળવા માટેનું એક દિવ્ય અંજન છે, અને પૂજ્યપાદ ગુરુદેવશ્રી પિતાની વ્યાખ્યાન–વાચના શલાકા દ્વારા અનેક ભવ્યાત્માઓના જ્ઞાનનેત્રને આંજીને વર્ષોથી આત્મસમૃદ્ધિના દિવ્યદર્શન કરાવી રહ્યા છે. કદાગ્રહથી પીડિત અને એનાથી સત્ય-અસત્ય, સૂત્ર-ઉસૂત્ર, ધર્મ–અધમ, ગ-કુગ, મેક્ષ-સંસાર વગેરેના ભેદનું સચેટ ભાન થતું આવ્યું છે.
આજે ઘણા લોકેએ જાણ્યા-સમજ્યા વિના કેગના નામે અનેક મન માન્યા વ્યવહાર ઊભા કર્યા છે. એની મેહક પણ ભ્રામક જાળમાં અનેક જિજ્ઞાસુઓ સામાયિકાદિ પવિત્ર ધર્મ ક્રિયાઓ પ્રત્યે નફરત–અરુચિ ધરાવતા બનીને દુર્લભધિ બની જાય છે, એ કેઈપણ રીતે ઈચછનીય નથી. અચરમાવકાળમાં અનંતવાર કરેલી ચારિત્ર ક્રિયાઓ ભલે નિષ્ફળ જતી હોય, પરંતુ ચરમાવર્તામાં આવેલા ભવ્ય છે માટે ખાસ કરીને આ કલિયુગમાં સૌથી વધુ ઉપકારી હોય તે તે વીતરાગ-કેવલિભાષિત ધર્મકિયાએ છે. કારણ કે એની આરાધનામાં જોડાવાથી જ મોટા ભાગે આવે પુરુષના સમાગમમાં આવીને શુદ્ધધર્મની આરાધનાના માગે પ્રગતિ કરતા થાય છે. શ્રી હેમચન્દ્રસૂરિમહારાજે પણ વિષષ્ઠી. ગ્રન્થમાં કહ્યું છે કે ભારેકમી જી પણ ધર્મસાધનાના માર્ગે આવીને મેક્ષ તરફ પ્રયાણ કરનારા થાય છે. શાસ્ત્રગ્રન્થમાં જેને ધ્યાન કહેવામાં આવ્યું છે તેના માટે પ્રાચીન ઘણા મહર્ષિએ પણ કહી ગયા છે કે એ અતિદુષ્કર છે, અને આજે તે તેના મનોરથમાત્ર કરાય છે. એટલે જે કાળમાં સામાન્ય કક્ષાના લેક એક બાજુ ભૌતિક સગવડો તેમજ ભૌતિક ભેગ-વિલાસેની પાછળ ગાંડાતૂર બન્યા હોય, એ કાળમાં થોડી ઘણી પણ ધર્મમાં શ્રદ્ધા કે રુચિ જેમની ટકી રહી હોય તેવા એને કાયા વગેરેની સુખશીલતા પિોષાય એવા ધ્યાનયોગ વગેરેને ઉપદેશ કરવાને બદલે, જેમાં તન-મન-ધન બધાને ભેગ દેવે પડે એવા વિવિધ ધર્માનુષ્ઠાનમાં જોડાવા માટે ઉપદેશ દેવાય તે વધુ ઉચિત લાગે છે. ધમનુષ્ઠાનમાં જોડાયા પછી પણ મોટાભાગના લોકો “ભાલાસ જાગતું નથી, મન ઠેકાણે રહેતું નથી”—એવી ફરિયાદ કરતા હોય છે. પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ આ ફરિયાદની નાબૂદી માટે પહેલેથી પિતાના વ્યાખ્યાનોને ઝોક ત્યાગ-વૈરાગ્યાદિ સાથે શુભક્રિયાઓમાં જગાડવા લાયક ઉત્તમ ભાવ ઉ૫ર વધારે રાખ્યો છે, અને એ રીતે એમના આ વ્યાખ્યાગ્રન્થમાં અનેક વિશેષતાઓ જોઈ શકાય છે. દા.ત.