SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બ્રહ્મચર્ય : ધર્મક્રિયાની સફળતા ) શીલ-બ્રહ્મચર્યની મર્યાદા અને નવ વાડ સાચવીને એની ખૂબ રક્ષા કરવાની છે. જો સાધુએ પણ મર્યાદા મૂકી, જો એ બ્રહ્મચર્યની વાડ ચૂકયા, તો મોહ જાણે કહે છે ‘આવ તને માંકડાની જેમ નચાવીએ ! તારે જો વિકાર સુલભ કરવા છે, શીલ ગોપવવાની પડી નથી, તો સામે ભકતાણીના રૂપમાં ફસાવી તને ઊંચો-નીચો કરી મૂકીએ.’ આમાં જીવને એ જોવાની ફુરસદ કે પરવા નથી રહેતી કે મોહના આવેશમાં વિકારી બનવાથી આત્મામાં સારું શું વધે છે ? નિર્મળ જ્ઞાન વધે ? ધર્મશ્રદ્ધા વધે ? ચારિત્ર વધે ? ના, કશું જ નહિ, ઉલ્ટુ મનથી પણ સ્ત્રી તરફ ને ભોગ તરફ આકર્ષાઇ જવામાં એ વખતે જ્ઞાન-દર્શન-ચારિત્રનો ઉપયોગ ચૂકે ! વળી આત્મા સત્ત્વ ગુમાવે, રાગ થાય, એ થવાથી વીર્યનાશ થાય, માનસિક વિહ્વળતા વધે. બસ, આ અનર્થોથી બચવાના હેતુએ શીલધર્મની પૂરી રક્ષા કરાય, એ શુદ્ધ ઇચ્છાયોગનો ધર્મ બને. આત્માની બદીઓ કાઢવાની ઇચ્છાથી ધર્મ કરાય એ ઇચ્છાયોગ : ધર્મની શુદ્ધ ઇચ્છામાં ધણું સમાય છે. આત્માની બદીઓ કાઢવાની ઇચ્છાથી ધર્મ-સાધના કરાય એમાં પણ શુદ્ધ ધર્મ-ઇચ્છા જ છે. આત્મગુણ-વિકાસની ઇચ્છાથી ધર્મ કરાય એ ઇચ્છાયોગ ઃ કેવળજ્ઞાન ક્ષપકશ્રેણિથી મળે છે, ને એ ક્ષપકશ્રેણિ અપૂર્વકરણથી નીપજે છે. અપૂર્વકરણ સાત્ત્વિક કરી શકે,કાયર નહિ. તેથી અપૂર્વકરણ માટે પ્રબળ સત્ત્વ જોઇએ. તો ધર્મયોગો સાધતાં સાધતાં સત્ત્વ વિકસાવ્યુ જવાનું મોટું કર્તવ્ય થઇ પડે છે. બસ, આ સત્ત્વ કેળવવાની ઇચ્છાથી ધર્મયોગો સાધવામાં આવે એમાં પણ સત્ત્વ-ઇચ્છા એ પણ શુદ્ધ ધર્મઇચ્છા છે. પ્ર- સત્ત્વ શેનું કેળવવાનુ ? ઇંદ્રિયનિગ્રહ-મનોનિગ્રહ-કષાયનિગ્રહ ઉ Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૫ પ્રમાદનિગ્રહ વગેરેનું સત્ત્વ કેળવવા જેવું છે. ધર્મની ઇચ્છા થાય તે ઇંદ્રિયનિગ્રહ વગેરેનું સત્ત્વ કેળવવા માટે થાય, તે ઇચ્છાથી ધર્મ થાય તે ઇચ્છાયોગનો ધર્મ. એટલે ધર્મ કરતાં મારે સત્ત્વ કેળવવું છે, આ જો લક્ષ રહે તો બ્રહ્મચર્ય પણ પાળવું સરળ બની જાય. કેમકે એમાં સત્ત્વ વધે એ ખરો અને અતિ મહાન લાભ છે. બાકી માણસ વિચારે તો દેખાય કે સત્વ ગુમાવી મન પર નિગ્રહ ન રાખી મનને વિકૃત બનાવવામાં કોઇ લાભ ? શું કોઇ સમ્યગ્દર્શનનો, જ્ઞાનનો, ચારિત્રનો કે તપનો પર્યાય વધે ખરો? ના, (૧) ઉલ્ટું એ પર્યાય હ્રાસ પામે, તો પછી શા સારું વિકારી થવું ? (૨) વિકાસ થવામાં આત્માની ઊંચામાં ઊંચી કોટિની મહાકિંમતી અને શરીરની રાજા સમાન ગણાતી ધાતુ જે વીર્ય, તે પાતળી પડી વિનાશને પામે છે (૩-૪) એનાથી ઇંદ્રિયોનાં તેજ ઘટે છે. મગજની ગ્રહણ-ધારણ-વિચારણ શકિત હણાય છે, અને (૫) ધીરવીર હ્દય પણ દુર્બળ બને છે. જગતમાં જીવન જીવવાની મઝા હોય તો સાત્ત્વિક, સબળ અને તેજસ્વી ઇન્દ્રિયો તથા મનના ઉપર છે. બ્રહ્મચર્યના ભંગથી વીર્યનો નાશ કર્યો ને વીર્યના નાશથી જો એ ઇન્દ્રિયો અને મનને નિઃસત્ત્વ, દુર્બલ અને માયકાંગલા બનાવી દીધા, તો પછી જીવન જીવવામાં શી મઝા ? પછી તો આયુષ્ય હોય એટલે જીવવાનું તો ખરું, પણ (૬) દહાડા એમ જ મુડદાલિયા જીવનથી પૂરા કરવા પડે. ચક્ષુમાં તેજ ન હોય, કાન બહેરા પડયા હોય, મગજમાં સ્મૃતિ-ભ્રંશ રહ્યાં કરે, તેથી ભૂલી બહુ જવાય; એટલું જ નહિ પણ (૭) મગજની શકિત મરી ગઇ તેથી મગજ સહેજ સહેજમાં ઉશ્કેરાઇ જય. (૮) તુચ્છ વિચારો કરી નાખે, દીર્ઘ અને ઊંડા તત્ત્વચિંતન કરવામાં એ તદ્દન અસમર્થ હોય. આ તે કાંઇ જીવન છે ? For Private and Personal Use Only ત્યારે બીજી પણ એક વાત છે કે બ્રહ્મચર્યનુ મમત્વ, ને રસ જો નથી તો (૯) વિચારસરણી હલકી રહેવાની, અને (૧૦) કાર્યોમાં સારી સફળતા નહિ મળવાની. કવિ કહે છેઃ ‘‘અબ્રહ્મચારીનું ચિંતવ્યું કદીએ સફલ ન થાય;
SR No.020952
Book TitleYogdrushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1993
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy