________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભવાભિનંદી : અપુનર્બંધક )
સન્માનાદિમાં જ લયલીન રહે છે. કદાચ યોગદૃષ્ટિ સાંભળવા આવનારને સારી પ્રભાવના મળે છે તો એની લાલચે આવે ને સાંભળે, અથવા ‘યોગદ્દષ્ટિ' ભણી લેવાથી પછી વિદ્વાન તરીકેની કીર્તિ મળે એવી છે તો ભણે. પરંતુ વાસ્તવમાં એમણે યોગદ્દષ્ટિનું શ્રવણ અને સમજ નથી કર્યા. એમણે તો પૈસા-માનપાન વગેરેના સાધનનું શ્રવણ અને સમજ કર્યા ! એટલે એવા ભવાભિનંદિ જીવ વાસ્તવમાં આના શ્રોતાય નથી, અને બોધ પામનારાય નથી, તેમજ યોગદૃષ્ટિમાં પ્રવૃતિ કરનારાય નથી. જયારે ઓધદષ્ટિમાંથી બહાર નીકળ્યા હોય ને યોગષ્ટિમાં પ્રવેશ યોગ્ય બન્યા હોય, એવા જીવો આ શાસ્ત્રના સાચા શ્રોતા બને છે, તેમજ એમને જરૂર આમાંથી બોધ મળે છે, અને એ તદનુસાર પ્રવૃતિ પણ કરે છે, તથા આગળ વધતા ઠેઠ મોક્ષ ફળ પણ પામે છે.
અહીં આ શાસ્ત્ર-પ્રકરણના પદાર્થોના જ્ઞાનથી ઔચિત્યપૂર્વક એમા પ્રવૃતિ કરવાનું અને એને પરંપરાએ મોક્ષ-સાધક બનવાનું કહી શાસ્ત્રકારે ઔચિત્ય ૫૨ પણ ભાર મુકયો, એ ખાસ લક્ષમાં લેવાનું છે. ઔચિત્ય બીજે પણ કેવું જરૂરી ગણ્યું એ જુઓ. આગળ ૫૨ પણ કહેવાના છે કે જીવ ચરમાવર્ત-ચરમ પુદ્દગલ-પરાવર્ત યાને મોક્ષ જવાના છેલ્લા પુદ્ગલ-પરાવર્ત્ત કાળમાં આવે ત્યાં સાથે અનાદિનો સહજમળ સારો ધસારે પડેલો હોય છે, એટલે ત્યા એનામાં દુઃખિત જીવો પર અત્યંત દયા, ગુણવંતપર અદ્વેષ, એ બે ગુણની જેમ ‘ઔચિત્યપૂર્વક સેવન' ગુણ પ્રગટવાનું કહ્યું છે. એમા ઔચિત્ય જરૂરી ગણ્યું. એવી રીતે સમ્યગ્દર્શન પામે એની પૂર્વે અપુનર્બંધક દશા પામે છે. પૂર્વાચાર્યોએ એના ત્રણ ગુણમાં એક ગુણ ઔચિત્ય બતાવ્યો.
અપુનર્બંધક જીવ કેવો હોય ?
पावं न तिव्वभावा कुणइ न बहुमन्नइ भवं घोरं । उचियं ठिइ य सेवइ पुणंबंध जीव
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯
ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે પણ અમૃતવેલની સજઝાયમાં આનો અનુવાદ કર્યો : ‘‘પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેહને નવી ભવ રાગ રે, ઉચિત સ્થિતિ જેહ સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે.
-ચેતન જ્ઞાન અજવાળિયે,''
આમાં પણ ઉચિત સ્થિતિ યાને ઔચિત્ય સેવવાનું કહ્યું ત્યારે, અહીં યોગદ્દષ્ટિ શાસ્ત્રના પદાર્થમાં પ્રવૃતિ પણ ઔચિત્ય પૂર્વક કરવાનું કહે છે. આ સુચવે છે કે જીવનમાં ઔચિત્યપાલન કેટલુ બધું જરૂરી છે ? પાછુ ઔચિત્ય પણ કયાં કયાં જાળવાનું ? તો કહ્યું ‘સર્વત્ર જીવનના બધાજ ક્ષેત્રમાં ઔચિત્ય જાળવવાનું. આ સુચવે છે કે આપણા બોલ, આપણી મુખમુદ્રા આપણો જીવન વ્યવસાય, આપણી ચાલ, આપણા વ્યવહાર સૌની સાથેના આપણા સંબંધ વગેરેમાં બધે ઔચિત્ય નહીં ચૂકવાનું બતાવ્યું. પ્રસંગવશાત્ અહીં અપુનર્બંધક દશાની વાત આવી તો એને જરાક વિચારી લઇએ, કેમકે એને સમકિત પહેલા પ્રાપ્ત કરવાની છે. સમકિતનો ફાંકો રાખતા હોઇએ તો પહેલાં આ જોવાનું છે કે આપણામાં અપુનર્બંધક દશાના ત્રણ ગુણ આવ્યા છે? પહેલો ગુણ :
(૧) તીવ્ર ભાવે પાપ ન કરે :
જીવ સંસારમાં બેઠો છે, અને સંસાર એટલે પાપનું ઘર, એટલે પાપ કર્યા વિના સંસારમાં ચાલવાનું નથી, પાપ કરવા પડવાના છે; પરંતુ તે તીવ્ર ભાવથી કરે નહિ; અર્થાત્ નિસપણે રાચીમાચીને કરે નહિ. મનને એમ ન થાય કે ‘સંસારમાં બેઠા એટલે પાપ-બાપ શું ? એ તો કરવા જ જોઇએ. ચાલો ઉપાડો કરવાનું.' આ વૃત્તિ નિસ ચિત્ત-પરિણામ છે. પછી ત્યાં પાપ ભલે નાનાં હોય, પરંતુ રાચીમાચીને કરે એટલે મોટા થઇ જાય; ત્યારે ક્ષત્રિય રાજાને કદાચ દુશ્મન રાજા ચડાઈ લઇને આવ્યો તેથી એની સામે ખૂનખાર લડાઇ લડવી પડી, તો એમાં પંચેન્દ્રિય મનુષ્યો સુધીની હિંસા છે એટલે એ
For Private and Personal Use Only