SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૬) (૨) કર્મના વિદારણથી વીર ઃ બીજી રીતે પ્રભુ ‘વીર’ કર્મોનું ‘વિ+ઇર=વીર, કર્મોનું વિશેષ રૂપે ઇરણ કરવાથી, કર્મોને રવાના કરવાથી, કર્મોનું વિદા૨ણ કરવાથી વીર હતા. એ કેવી રીતે ? આ રીતે, – પ્રભુની સામે ભયંકર દુષ્ટો આવ્યા, એમણે પ્રભુ પર ભયંકર દુષ્ટતાઓ કરી જુલ્મ વરસાવ્યા ! છતાં પ્રભુએ પ્રસન્નતાથી સહી લીધું; કેમકે એમાં પ્રભુએ જોયું કે ‘આ ભયંકર દુ:ખો સહન કરવામાં મારી કાયઆસકિત અને મારા જાલિમ કર્મોના વિધ્વંસ થઇ રહ્યો છે; ને એથી વીતરાગતા તથા સર્વકર્મક્ષયરૂપ મોક્ષ નિકટ થઇ રહ્યો છે. જો દુષ્ટોનું આ સહન ન કરતાં સામનો કરું તો આંતરશત્રુજય અને કર્મક્ષય સાધવાનો રહી જાય માટે જો ઘોર સહન કરવાનું મળે છે તો એમાં ઘોર કર્મક્ષય થઇ રહ્યાનો આનંદ માણવાનો.’ એમ સમજી પ્રભુ અનહદ સહન કર્યે જ ગયા અને એમાં બાહ્ય દુશ્મનનું નિયંત્રણ નહિ, આંતરશત્રુઓ રાગ–આસકિત વગેરેના નિયંત્રણ સાથે કર્મોનું વિદારણ કરતા જ રહ્યા. માટે ‘વીર’ કહેવાયા. ત્યારે આ નજર સામે રાખી જોઇએ તો દેખાય કે સંગમ દેવતાએ પ્રભુને ૬-૬ મહિના ઘોર રંજાડયા છતાં પણ પ્રભુએ તેના પર દયાની લાગણી થઇ આવી! એના પર ઇતરાજી કેમ ન થઇ? કહો, એમ પ્રભુએ આંતર શત્રુજય અને કર્મક્ષયનો મહાલાભ થયેલો જોયો. પછી શું કામ ઇતરાજી કરે ? રાજી જ થાય ને ? આપત્તિ સહવાના ૫ લાભ ઃ ત્યારે આપણે આ કાંઇ ધ્યાન લેવા જેવું ખરું ? જરાક કષ્ટ-દુઃખ-આપત્તિ આવે ત્યાં ‘શું કરું ? કેવો મારે અશુભ કર્મનો ઉદય !' એમ વિચારી દીન બનીએ છીએ, લાચારી અનુભવીએ છીએ. ખરું જોતા, દુઃખમાં અશુભના ઉદયને જોવાને બદલે અશુભ કર્મોનો ક્ષય થતો ચાલ્યો એ જોઇએ, તો કશી દીનતા ન કરાય, કશી લાચારી ન દેખાડાય, પ્રસન્નતા Acharya Shri Kailassagarsuri Gyanmandir ( યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો રખાય. કહો, ડગલેને પગલે એક યા બીજા પ્રકારની આફત છે એ તક છે; શાની ? આવા પ્રભુનું આલંબન લઇ કર્મક્ષય થઇ રહ્યાની તક છે, એમાં પ્રસન્નતા અનુભવવાની સોનેરી તક છે. એમાં આપત્તિના કર્મોનું વિદા૨ણ તો છે જ, પરંતુ કષ્ટોમાં પ્રસન્નતા રાખ્યાથી (૧) બીજા જ્ઞાનાવરણ આદિ અઢળક કર્મોનો ક્ષય છે ! તેમજ (૨) મનોરત્નનું વિશુદ્ધિકરણ છે, વળી (૩) અશુભ અનુબંધો (પાપબીજ-પાપસંસ્કારો)નો ક્ષય છે તથા (૪) અનંત કલ્યાણકર શ્રી જિનાજ્ઞાનું ભવ્ય પાલન છે, તથા (૫) ભાવી પાપિષ્ટ જીવન મટી ધર્મિષ્ઠ જીવનનો આ પાયો છે. આ મહાન લાભોને જોઇ કેમ આપણે અશુભોદય ભૂલી અશુભના ક્ષયો તરફ જ દૃષ્ટિ ન રાખીએ ? કેમ આપણે આપત્તિમાં કર્મક્ષયથી હરખી પ્રસન્નતા ન રાખીએ ? આમ પ્રભુ કર્મ-વિદારણ કરતા રહેવાથી વીર હતા. આ ‘વીર' શબ્દનો બીજો અર્થ. (૩) આંતર શત્રુ ‘કષાયો’ને જિતનારા માટે વીર ઃ ગ્રન્થના મંગળ માટે પ્રારંભે વીર પ્રભુને નમસ્કાર કર્યો એમાં ટીકામાં પ્રભુ ‘વીર' શાથી, એના ચાર હેતુ બતાવ્યા. એમાં ‘તપો વીર્યથી વિરાજતા હોવાથી'' તથા ‘‘કર્મોનું વિદારણ કરતા હોવાથી'' એમ બે હેતુની વિચારણા કરી. હવે ‘કષાયરૂપી આંતર શત્રઓને જીતતા હોવાથી વીર' એ ત્રીજા હેતુનો વિચાર કરીએ. સંસારી જીવના ખરેખરા શત્રુ હોય તો તે રાગ-દ્વેષ, કામ-ક્રોધ-લોભ, મોહ-મત્સર,... વગેરે કષાય રૂપ આંતર શત્રુઓ છે. કેમકે જીવને નરકાદિ સુધીની અધમ દુગર્તિઓ અને એના ભયંકર દુઃખો દેખાડનાર કોઇ બાહ્ય શત્રુ નથી, પરંતુ રાગદ્વેષાદિ કષાય રૂપી અત્યંતર શત્રુઓ જ છે. માટે તો, ૯૮ પુત્રોને ઉપદેશ ઋષભદેવ પ્રભુએ ૯૮ પુત્રોને આ જ સમજાવ્યું કે ‘‘ તમે ભરતને દુશ્મન શું દેખો ? એ કાંઇ તમને દુર્ગતિમાં જવાનો ફોર્સ ન કરી શકે, જો તમે કષાયોથી For Private and Personal Use Only
SR No.020952
Book TitleYogdrushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1993
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy