SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧) લીનતા રાખે; અરિહંતના જાપ-સ્મરણ -ધ્યાન તથા અરિહંતનાં દર્શન-પૂજન કરે, અને પૂજનમાં પોતાના કિંમતી દ્રવ્યોનું સમર્પણ કરે. અરિહંતના મંદિર કરાવે, જિનમંદિરના જીર્ણોદ્ધાર કરાવે. યાત્રા-સંઘ, તથા મહોત્સવાદિ ઊજવે. પોતાના અને કુટુંબના સારા પ્રસંગોમાં અરિહંત-ભક્તિને આગળ કર્યા કરે. અરિહંતના સ્વરૂપ-દર્શક વ્યાખ્યાનના ઊછળતા પ્રેમથી શ્રવણ તથા એના પર મનન-ભાવન કરે. લોકોમાં અરિહંતનો પ્રચાર કરે, અને અરિહંતનો પ્રભાવ પાડે; બીજાઓને અરિહંતના ભકત બનાવે. અરિહંત ખાતર ત્યાગ, તપસ્યા, જાપ, દેવવંદનાદિ કરે... આવું બધું અરિહંતપદની આરાધનામાં આવે. માટે જુઓ, સુલસા અરિહંતની આવી આરાધક હતી, અંબડ પરિવ્રાજકે એને પરખવા બ્રહ્માદિનાં જીવંતરૂપ કર્યા ! લોક જોવા ઊમટયું, પણ સુલસા ન ગઇ! એક જ હિસાબે કે મારા ચિંતામણિ-તુલ્ય મહાવીર પ્રભુમાં શું ઓછું છે, તે હું કાચના ટૂકડા સમાન ઇતરદેવને જોવા જાઉં ? મારે મારા મહાવીર પ્રભુનું ઘણું ઘણું જોવા - ચિંતવવાનું કામ છે, ને એ કરવામાંથી બીજાને જોવા કરવાની મને ફુરસદ જ નથી,-'' આ અનન્ય શ્રદ્ધા-બહુમાન હતા. એમ, પછીથી એ જ અંબડે સુલસાને મહાવીર પ્રભુએ મોકલેલ ધર્મલાભનો સંદેશો કહેતાં, તે સાંભળીને સુલસા પાણી પાણી થઇ ગઇ ! અને આંખમાં ભરચક આંસુ સાથે પ્રભુનો લાખ લાખ ઉપકાર માનતી પ્રભુની દિશામાં ઊઠી ઊઠીને ખમાસણા દે છે! શ્રેણિકે અરિહંત ઉપાસના એવી રાખેલી કે દા. ત. એને રોજ ત્રિકાળ જિન પૂજામાં તાજા ઘડેલા સોનાના જવલાથી સાથિયો કરવા જોઇતો હતો ! નેપાલ દેશના આવેલા વેપારી પાસેથી રાણીઓ માટે ૧૬ તો નહિ પણ અતિ પ્યારી પટ્ટરાણી ચેલણા માટે એક રત્નકંબલ પણ લેવાની જે શ્રેણિકની તૈયારી નહોતી, તે વીર પ્રભુની સુખશાતાનો જે આંખે દેખ્યો અહેવાલ લાવી સંભળાવે એને સોનૈયા કે માણેક મોતીનાં મોટાં વધામણી-દાન દઇ દેતા ! અરિહંતના Acharya Shri Kailassagarsuri Gyanmandir ( યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો શાસનની બહારમાં હલકાઇ થાય એવું જરાય ચલાવી લેતા નહિ...એટલો બધો અરિહંત પ્રભુ પ્રત્યે પોતાની રગેરગમાં ઉત્કટપ્રેમ - ગૌરવ – ભકિત બહુમાન વહી રહ્યા હતા ! એ બધું અરિહંત પદની આરાધનામાં કરવાનું આવે. એમ સિદ્ધપદ વગેરે ૧૯ પદની આરાધનામાં પણ તે તે પદની શ્રદ્ધા-ભકિત વગેરે કરવાનું આવે. વીસસ્થાનકનાં નામ યાદ રાખવા સહેલા ઃ આ વીસ સ્થાનકનાં નામ યાદ રાખવા સહેલા છે, તે આ રીતે, નવપદના નામ તો ખૂબ પ્રસિદ્ધ છે. એમાં પહેલાં પાંચ પરમેષ્ઠિમાં, આચાર્ય પહેલાં ‘પ્રવચન’ પદ ઉમેરાય. કેમકે પ્રવચન પામીને જ આચાર્ય થાય, તથા આચાર્ય પછી ગચ્છની સંભાળ રાખનાર ‘સ્થવિર' પદ ઉમેરાય. એમ બે પદ ઉમેરાતાં અરિહંત-સિદ્ધ-પ્રવચન-આચાર્ય-સ્થવિરઉપાધ્યાય-સાધુ એમ ૭ સ્થાનક થયા. પાંચ ચરમેષ્ઠિ પછીના ચાર પદમાં દર્શન જ્ઞાન ક્રમ છે, એના બદલે અહીં જ્ઞાન દર્શન પદ લેવાના; અને તે પછી તરત ‘વિનય'પદ ઉમેરી પછી ‘ચારિત્ર' પદ લેવાનું. તે પછી ‘બ્રહ્મચર્ય’ અને ‘ક્રિયા' પદ ઉમેરવાના. કેમકે ચારિત્રમાં આ બે રોજિંદા છે, ને તે પછી ‘તપ’ પદ લેવાનું. બીજાં સપ્તકમાં જ્ઞાન-દર્શન-વિનય-ચારિત્ર-બ્રહ્મચર્ય-ક્રિયા-તપ એમ ૭ પદ. પૂર્વના ૭ અને આ ૭, એમ ૧૪ સ્થાનક થયા. એમાં શીલ અને તપ આવ્યા, પણ દાન નથી આવ્યું, તેનું હવે ૧૫ મું દાનપદ લેવાનું. આમાં ગૌતમ સ્વામીનું દાન અદ્ભુત, કેમકે પોતાની પાસે નહિ એવા કેવળજ્ઞાનનું એમણે ૫૦ હજાર શિષ્યોને દાન કર્યું; તેથી ૧૫ મું ‘ગૌતમપદ’ પણ કહેવાય છે. એ પછીના ૫ ૫૬ યાને ૫ સ્થાનક જિન, સંયમ સમાધિ, અભિનવ જ્ઞાન, શ્રુત અને તીર્થપદ છે. આમ તીર્થંકર નામકર્મમાં કારણભૂત અર્હ ્ વાત્સલ્ય વગેરે વીસ સ્થાનકની આરાધનામાં વરબોધિ વણાયેલું રહે છે. એ ઉપરાંત સર્વ જીવો પ્રત્યેની ભાવકરુણા પણ તીર્થંકર-નામ-કર્મનું પુણ્ય બાંધવામાં કારણભૂત છે; કેમકે શ્રી પંચસંગ્રહ શાસ્ત્રમાં કહ્યું છે કે માત્ર પોતાના For Private and Personal Use Only
SR No.020952
Book TitleYogdrushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1993
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy