________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચારિત્રનું ઊંચું મુલ્ય શાથી ? )
એમાંથી પતન પામે તો અધ્યવસાયની વિશુદ્ધિમાં હાનિ થવા માંડે, ને રાગાદિ સંકલેશમાં વૃદ્ધિ થવા માંડે, તેય સંખ્યાતગુણ અસંખ્યગુણ અનંતગુણના યા સંખ્યાતભાગ- અસંખ્યભાગ- અનંતભાગના હિસાબથી. આમ સંયમ, સમ્યગ્દર્શન અને બોધ · એની માત્રાના હિસાબે ષસ્થાનપતિત બને. પ્રસ્તુતમાં મિત્રાદિ દ્દષ્ટિઓના બોધમાં આમ બનવાથી સૂક્ષ્મતાથી જોતાં દૃષ્ટિના અનંત પ્રકાર પડે. પરંતુ સ્થૂલ દ્દષ્ટિએ અહીં યોગદ્દષ્ટિને આઠ પ્રકારથી વિચારવામાં આવે છે –
(મૂહ) પ્રતિપાતપુતાશ્ચાવા-ચંતો નોત્તરાસ્તથા । सापाया अपि चैतास्ताः प्रतिपातेन नेतराः ॥१९॥ અર્થ :-પહેલી ચાર (દ્દષ્ટિ) (સંભવિત) પતનવાળી હોય છે, પાછલી (ચાર દ્દષ્ટિ) એવી નથી. આ પહેલી ચાર (કવચિત્) અપાય (દુ:ખ) વાળી પણ હોય છે, અને તે પતન દ્વારા; ત્યારે પાછલી ચાર એવી નથી. (ટીા) રૂહ ચ દૃષ્ટિતમુયે ‘પ્રતિપાતપુતા:' भ्रंशोपेताः, 'आद्याश्चतस्रो दृष्टयो मित्रादिरुपाः, ‘તા અવિશ્વ’ પ્રતિપાતપુતા અત્તિ, તથા ર્મવૈचित्र्यात्; न तु प्रतिपातयुता વ, ताभ्य - स्तदुत्तरभावादिति । 'नोत्तरास्तथा' =न स्थिराद्यास्तेन प्रकारेण प्रतिपातयुता इति ।
註
અર્થ :-અહીં આઠ દૃષ્ટિના સમૂહમાં મિત્રા આદિ સ્વરૂપ પહેલી ચાર દ્દષ્ટિ પતનવાળી હોય છે. એ પણ તેવા પ્રકારની કર્મવિચિત્રતાના યોગે પ્રતિપાતવાળી પણ હોય, કિન્તુ નહિ કે પ્રતિપાતવાળી જ હોય; કેમકે આ ચાર દ્દષ્ટિઓમાંથી એની ઉપરની દૃષ્ટિ નીપજે છે. ‘નોત્તરાસ્તથા’ અર્થાત્ સ્થિરા વગેરે (ચાર) દ્દષ્ટિઓ તેવા પ્રકારે પતન યુકત નથી હોતી.
વિવેચનઃ
હવે અહીં આઠ યોગ દ્દષ્ટિમાં મિત્રાદિ પહેલી ચાર દ્દષ્ટિ અને સ્થિરાદિ પાછલી ચાર દ્દષ્ટિનો તફાવત બતાવવા દ્વારા એનું સ્વરૂપ વર્ણવે છે. તફાવત આ છે કે પહેલી ચાર દ્દષ્ટિ આવેલી કદાચ પતન પણ પામે, અર્થાત્ આવેલી કદાચ જાય પણ ખરી, નષ્ટ પણ થઇ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૫
જાય; ત્યારે સ્થિરાદિ ચાર પતન નથી પામતી, એ દૃષ્ટિ આવેલી જતી નથી.
અહીં ધ્યાનમાં રહે કે પહેલી ચારમાં પતન થાય જ એવું નક્કી નથી, પતન ન પણ થાય, કેમકે નહિતર તો જો પતન જ થઇ જતું હોય, તો તો પછી આગળ ઉપરની દૃષ્ટિ આવી જ ન શકે, લાધી શકે જ નહિ. પરંતુ ઉપરની દ્દષ્ટિ લાધે તો છે જ. એ સૂચવે છે કે, આ ચાર દ્દષ્ટિ પતન પામ્યા વિના એમાં વિશેષ પુરુષાર્થ કરીને આગળ ઉપરની દૃષ્ટિએ ચડી શકાય છે.આમ છતાં પહેલી ચાર દ્દષ્ટિમાં પડવાનો ભય છે; કેમકે જીવોના જ્ઞાનાવરણાદિ કર્મ વિચિત્ર હોય છે, તેથી કોઇને એવા બળવાન કર્મ નડે, કર્મ ઉદયમાં આવી જાય, તો એ પામેલી દ્દષ્ટિ ગુમાવે, દ્દષ્ટિનું પતન થઈ જાય.
પ્ર૦-મૈત્રી આદિ દ્દષ્ટિ જીવ પામ્યો તે તો એના આવરણ કર્મ હટાવીને પામ્યો, તો પછી હવે હટેલા કર્મ શી રીતે નડે ?
ઉટાવેલા કર્મ ન નડે, પરંતુ સત્તાગત શિલિકમાં રહેલા કર્મ નડી શકે ને ?
પ્ર૦ તો તો જો એવા સત્તાગત કર્મ નડતા જ હોય, તો એમાં તો કર્મની શિરજોરી જ થઇ ! એમાં પછી પૂર્વની દૃષ્ટિ પામવાની મહેનત માથે જ પડીને ? ઉ- કર્મની શિરજોરી બધે જ નિશ્ચિત નથી. અગર કહો,
સંશયથી પ્રવૃત્તિ થાય ખરી ? :
પ્ર૦– ભલે નિશ્ચિત નહિ પણ કર્મની શિરજોરી થવાનો સંશય તો ખરો ને ? એવા સંશયમાં કર્મને ઘડીભર રોકી દ્દષ્ટિ પામવાની મહેનત કોણ કરે ? માણસને સંશય હોય કે અમુક નોકરી મળ્યા પછી કાઢી ય મૂકે, તો એવી નોકરી મેળવવા મહેનત ન કરતાં સ્થાયી નોકરી મેળવવાની જ મહેનત કરે છે.
ઉ- સંશયથી પણ વ્યવહારમાં ઘણી પ્રવૃત્તિ થાય છે. દા.ત. (૧) ખેડૂતને વરસાદ આવવાનો નિર્ણય નથી હોતો, છતાં સંશય હોય છે કે વરસાદ કદાચ આવે પણ ખરો,' ને તેથી ખેતર-ખેડાણ અને બીજ-વાવેતર કરે છે. (૨) રાજાને સંશય હોય છે કે
For Private and Personal Use Only