________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૬)
પડે, ટકાવવો પડે, વધારતા જવો પડે. પરંતુ એ અહિંસાભાવ ક્ષમાભાવ સિદ્ધ થઇ ગયા પછી કશું મન મનાવવાની જરૂર નહિ. ચંદનમાં સહેજે ગંધ, એમ આત્મામાં અહિંસાભાવ-ક્ષમાભાવ આત્માના પ્રદેશે પ્રદેશ સહેજે વણાઇ ગયો હોય એ એની સિદ્ધિ થઇ કહેવાય.
(પ) વિનિયોગઃ
સિદ્ધ થઈ ગયેલ અહિંસા-ક્ષમા આદિની બીજામાં સ્થાપના કરવી એ વિનિયોગ કહેવાય. દા.ત. તીર્થંકર ભગવાનના સમવસરણમાં સિંહ-વાઘ-વ-બિલાડી વગેરે હિંસક પ્રાણીઓ અહિંસક બની જાય છે ! ક્રૂરતાં ત્યાં ભૂલી જાય છે બળભદ્ર મુનિ જંગલમાં રહેતા, ત્યાં એમની સિદ્ધ અહિંસક ભાવ અને કરુણાભાવથી જંગલી પશુ એમના સાંનિધ્યમાં ક્રૂરતા ભૂલી જતા ! આ એક પ્રકારનો વિનિયોગ, બીજા પ્રકારનો વિનિયોગ એ કે ગુણ કે ધર્મની પોતાને સિદ્ધિ થયા પછી ભવ્ય જીવોને એનો ઉપદેશ આપી એમનામાં એ ક્ષમાદિ ગુણ કે અહિંસાદિ ધર્મના પાલનની ઉર્મિ ઊભી કરે, ને પ્રવૃત્તિ કરાવે.
આમ પ્રણિધાનાદિ પાંચ પ્રકારના આશય છે.પ્રસ્તુતમાં સ્થિરાદ્દષ્ટિનો બોધ-પ્રકાશ એ પ્રણિધાનાદિ આશય લાવવા માટે કારણભૂત બને છે. કેમકે સ્થિરાદ્દષ્ટિના બોધમાં સમ્યગ્દર્શન જળહળે છે, વિનવચનની અથાગ શ્રદ્ધા જળહળે છે, એટલે એથી પ્રણિધાન, પ્રવૃત્તિ, વગેરેની પ્રેરણા મળે, એ સહજ
છે.
હવે ૬ઠ્ઠી કાન્તાદ્દષ્ટિનો પરિચય જોઇએ. (૬) કાન્તાદ્દષ્ટિ :
(टीका) कान्तायां तु ताराभासमान एषः, अतः स्थित एव प्रकृत्या निरतिचारमात्रानुष्ठानं शुद्धोपयोगानुसारि विशिष्टाऽप्रमादसचिवं विनियोगप्रधानं गम्भीरोदाराशयमिति ।
અર્થ :- :- ‘કાન્તા' દ્દષ્ટિમાં બોધ-પ્રકાશ તારાના પ્રકાશ જેવો હોય છે. એથી અહીં રહ્યો એટલે જ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો
સ્વભાવે કરીને અહીં અનુષ્ઠાન નિરતિચાર સાધતો હોય, તે પણ અનુષ્ઠાન શુદ્ધ ઉપયોગ-સંપન્ન હોય, વિશિષ્ટ અપ્રમત્તતા સહિત હોય, વિનિયોગની પ્રધાનતાવાળું હોય, અને ગંભીર ઉદાર આશય-સંપન્ન હોય.
વિવેચનઃ
સ્થિરાદ્દષ્ટિમાં રત્નના પ્રકાશ જેવો બોધ હતો, તે વધીને હવે કાન્તા દૃષ્ટિમાં તારાના જેવો, એના પ્રકાશ જેવો બોધ હોય છે. એનો પ્રભાવ એવો પડે છે કે સ્થિરાદ્દષ્ટિમાં સાધનાનું અનુષ્ઠાન શ્રદ્ધા-ભરપૂર હોવા છતાં એમાં પ્રમાદથી અતિચાર લાગી જતા, વિધિ વગેરેમાં જાણ્યે અજાણ્યે ખોડ-ખાંપણ આવી જતી, તે હવે કાન્તા દૃષ્ટિમાં અતિચારો ને ખોડ-ખાંપણ દૂર કરી દેવાય છે, અને નિરતિચાર શુદ્ધ અનુષ્ઠાન કરવામાં આવે છે.
સાધનામાં અતિચાર કેમ લાગે છે ? સામાન્યથી આ કારણ કહી શકાય કે અતિચાર લગાડતી વખતે સાધનાની મમતા કરતાં શરીરની મમતા વધી ગઇ, એટલે શરીરને આરામમાં રાખવા એ અતિચાર લગાડી દે છે. ત્યાં ખરી રીતે આ વિચારવું જોઇએ કે ‘આ મોંઘેરું માનવ શરીર શા માટે મળ્યું છે ? આરામ માટે નહિ, સાધનાના કામ માટે. આરામ માટે તો પૃથ્વી-કાયાદિના શરીર બહુ મળે છે. સાધનાના કામ માટે આ શરીર હોવાનું સમજાય તો પ્રમાદ કરી અતિચાર લગાડવાનું ન થાય.
આ દોષ-અતિચાર ન લગાડવાનું તે કોઇ પરલોકના ભયથી નહિ, કે ગુર્વાદિના દબાણથી નહિ, યા કોઇ જશ લેવા માટે નહિ, પરંતુ આત્માનો સ્વભાવ જ એવો પડી ગયો કે સાધના-અનુષ્ઠાન શુદ્ધ નિર્દોષ જ સધાયે જાય, દિલ અને ઉદ્યમ નિર્દોષ સાધનામય બની ગયા હોય. દા.ત. રસ્તામાં ચાલે તે જીવરક્ષાર્થે સહજભાવે નીચું જોઇને જ ચાલે. ઇર્યાસમિતિનું પાલન જ એવી રીતે કરે કે અતિચાર સહેજે ન લાગે. એમાં એમને એવો કોઇ વિચાર ન કરવો પડે કે ‘આમાં ભંગ થશે તો પાપ લાગશે,
For Private and Personal Use Only