________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મુકિત-અદ્વેષપ્રાધાન્ય નામની ૧૩મી બત્રીશીમાં શ્લોક ૨૦-૨૧ માં તેઓશ્રી જણાવે છે કે – અભવ્યને સ્વર્ગપ્રાપ્તિકેતુ મુકિત-અદ્વેષ હોવા છતાં તે સદનુષ્ઠાન-રાગનું (ક્રિયારાગ) પ્રયોજક નથી. બાધ્યફલાપેક્ષારૂપ સહકારી હોય તોજ મુકિત-અદ્વેષ સદનુષ્ઠાન રાગ પ્રયોજક બની શકે. અભવ્યની જે ફલાપેક્ષા છે તે બાધ્યકોટિની નહીં કિન્તુ અબાધ્યકોટિની હોય છે.
· બાધ્ય સ્વભાવવાળી ફલાપેક્ષા એટલે કે જે સાંસારિક ફલાપેક્ષા આગળ જઇને તત્ત્વોપદેશથી નિવૃત્ત થાય એવી હોય. દા. ત. સૌભાગ્યાદિ ફલની અપેક્ષા હોય તો પણ એ સદનુષ્ઠાનનો રાગ જગાડનારી હોય અને જયારે એ ‘વિષયો ભયંકર છે – ઝેર જેવા છે’ વગેરે ઉપદેશકનો ઉપદેશ સાંભળે ત્યારે નિવૃત્ત થનારી હોય એ બાધ્ય કહેવાય. વિષયોની નિંદા સાંભળીને તરત જ એની ઇચ્છા નાબૂદ થઇ જાય એવું નહીં, પણ ‘વિષયો ભૂંડા છે' આવું એને વારંવાર સાંભળવા મળે તો ધીમે ધીમે વિષય ફળની આકાંક્ષા ઢીલી પડતી જાય. કોઇકને એક ઝાટકે વિષયકાંક્ષા નાબૂદ થાય, કોઇકને એક ઉપદેશકથી તો કોઇકને બીજા ઉપદેશકથી, કોઇકને એક વાર ઉપદેશ સાંભળવાથી તો કોઇકને વાંરવાર ઉપદેશ સાંભળવાથી બને; આવો બધો અનેક પ્રકારનો સંભવ છે. પણ અહીં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ઉપદેશક વિષયોની ભયંકરતા સમજાવીને તેની વિષયાકાંક્ષા નાબૂદ કરવા યત્ન કરે છે, પણ નહીં કે વિષયાકાંક્ષાથી થતાં ધર્માનુષ્ઠાનને ત્યાજય દર્શાવીને કે ધર્માનુષ્ઠાનની પણ ભયંકરતા દેખાડીને - આ ખાસ સમજવાનું છે. આ જ કારણથી પૂજયપાદ ગુરુદેવશ્રીનું કોઇપણ પુસ્તક ખોલીને જોઇશું તો તેમાં વિષયોની ભારે નિદા ઠેર ઠેર દેખાશે પણ વિષયાકાંક્ષાથી થતા ધર્માનુષ્ઠાનની નહીં – આટલું પ્રાસંગિક.
–
શ્લો. ૨૨ માં પૂજય ઉપાધ્યાયજી મ. જણાવે છે કે અબાધ્ય ફલાપેક્ષા (અભવ્યાદિની, તે) મોક્ષાર્થક શાસ્ત્રશ્રવણ વિરોધી હોય છે. (અર્થાત્ એને તો મોક્ષાર્થકશાસ્ત્ર સાંભળવાનો પણ રસ ન હોય.)
૧૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયારે, મુકિત અદ્વેષ હોય અને ફલાપેક્ષા હોય તો પણ તે બાધ્ય કક્ષાની હોવાના કારણે તથા એનાથી ઉચિત યોગ્યતાના પ્રભાવે મોક્ષાર્થક શાસ્ત્રશ્રવણ કરવામાં જાગેલા રસના પ્રભાવે બુદ્ધિ માર્ગાનુસારી બને છે અને તીવ્રપાપક્ષય થવાથી સદનુષ્ઠાન રાગ જન્મે છે.
શ્લો. ૨૩ માં પૂજય ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે સૌભાગ્યાદિ – ફલાકાંક્ષાવાળાને શાસ્ત્રકાર ભગવંતોએ જ જે રોહિણી વગેરે તપ કરવાનું દેખાાડયું છે તે મુગ્ધ જીવોને માર્ગપ્રવેશ કરાવવા માટે ગીતાર્થો સૂચવે છે. પણ ‘એ તો સંસારના આશયથી થયું એટલે વિષાનુષ્ઠાન બની જશે' એવી ભ્રમણા દૂર કરવા પૂજયશ્રીએ કહ્યું કે ફલાપેક્ષા બાધ્ય કોટિની હોવાથી એ અનુષ્ઠાન વિષાદિરૂપ બનતું નથી પણ તધ્ધેતુરૂપ જ રહે છે.
આ રીતે પૂર્વાચાર્ય ભગવંતોએ ગૂંચના સુંદર ઉકેલો દર્શાવ્યા હોવાથી કોઇ વિવાદને અવકાશ જ રહેતો નથી. ધર્મોપદેશના શ્રોતાઓ બધાજ બુધ કક્ષાના કે મધ્યમ કક્ષાના જ હોતા નથી કિંતુ બહુધા મુગ્ધ કક્ષાના હોવાનો સંભવ વધુ છે. (હા, કોઈ ઉપદેશકની સભામાં વર્ષોથી એકના એક જ મોટાભાગના પ્રબુદ્ધ શ્રોતાઓ હાજરી આપતા હોય ત્યારે તે બુધ જીવોની કક્ષાનો જ ઉપદેશ કર્યા કરે તેમાં કોઇ વાંધો નથી.) એટલે જ પૂર્વાચાર્ય ભગવંતોએ પુષ્પમાલાદિ શાસ્ત્રોમાં, મોક્ષ સિવાયના આશયથી પણ ધર્મ કરવાનું વિધાન કરેલું છે. મોટી શાંતિમાં પૂ. વાદિવૈતાલ શ્રી શાંતિસૂરિ મહારાજ જેવાએ પણ આશીર્વાદના શબ્દોમાં ‘અક્ષીણકોષકોષ્ઠાગારા નરપતયશ્ર ભવન્તુ સ્વાહા' અર્થાત્ ‘રાજાઓ અખૂટ કોશ અને કોષ્ઠાગારવાળા થાઓ' એમ જે કહ્યું છે, તથા ‘સાધુ – સાધ્વી - શ્રાવક - શ્રાવિકાઓના રોગઉપસર્ગ-વ્યાધિ-દુઃખ દુકાળ-દુર્મનસ્કતા દૂર થાઓ' તથા શત્રુઓ પરાર્મુખ થાઓ', તથા શ્રીસંધથી માંડીને સમગ્ર બ્રહ્મલોકમાં શાંતિ થાઓ' વગેરે વગેરે જે આશીર્વાદના સૂચક શબ્દો વાપર્યા છે તેમાં અખૂટ કોશ વગેરે શબ્દનો અર્થ આડકતરી રીતે મોક્ષ જ કરવો જોઇએ કે નહિ એવા કોઇ વિવાદને અવકાશ રહેતો નથી. તમામ ભવભીરુ પંચમહાવ્રતી
For Private and Personal Use Only