SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મૈત્રી આદિની પરતંત્રતા ) ત્યારે આ મૈત્રી આદિને પરતંત્ર સમકિતી આત્મા એમના પ્રત્યે મૈત્રીભાવ-સ્નેહભાવ ગુમાવતો નથી.તેમ એમના પ્રત્યે દ્વેષ પણ ન લાવતાં કરુણાભાવ લાવે છે કે, ‘આ બિચારા મિથ્યાત્વ અને અજ્ઞાનતાવશ બીજા નયથી ઘટમાન ધર્મનો અપલાપ કરી અસત્ય સેવે છે ! એ બિચારા દયાપાત્ર છે !' સાથે મૈત્રી ભાવના રાખે છે કે ‘એ બિચારા સત્યનો અપલાપ ન કરો, ને એમનું ભલું થાઓ !' વળી સાથે પ્રમોદભાવ રાખી, એ મિથ્યાત્વ-પીડિત લોકમાં બીજા જે ગુણ હોય છે તેની અનુમોદના રાખે છે. ‘અમૃત વેલિની સજઝાય’ માં પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે, ‘“અન્યમાં પણ દયાદિક ગુણો, જે જિનવચન અનુસાર કે, તે ગુણ તાસ અનુમોદનીએ સમક્તિ બીજ નિરધાર રે. -ચેતન જ્ઞાન અજુવાળિએ...' અર્થાત્ જૈનધર્મથી અન્ય ધર્મ માનનારાઓમાં પણ જૈન ધર્મને અનુસાર જે દયાદિ ગુણો હોય, એ ગુણોની અનુમોદના કરીએ, તો એ અનુમોદના સનું નિશ્ચિત બીજ બને છે,' કેમકે કહ્યું છે-‘બીજું સત્પ્રશંસાદિ' તે તે ગુણ કે ધર્મની સમ્યક્ પ્રશંસાદિ એ બીજ છે. તેથી અન્યના પણ દયાદિ ગુણોની પ્રશંસા-અનુમોદના કરીએ એટલે એ તે તે પરાકાષ્ઠાના દયાદિ ગુણોના વૃક્ષનું બીજ બને છે. એમાં પછી અમુક કક્ષાના દયા, પ્રશમ, સંવેગ, નિર્વેદ વગેરે ગુણો વિકસ્વર થતાં સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. તેથી કહેવાય કે અન્યોમાં રહેલા જિનવચનાનુસાર દયાદિ ગુણોની અનુમોદના એ સમ્યક્ત્વનું બીજ છે. ‘જિનવચનાનુસાર’ કેમ કહ્યું? અહીં ‘દયાદિગુણો જિનવચન અનુસાર' કહ્યું, એ એટલા માટે કહ્યું કે, જે દયાદિગુણો જિનવચન અનુસાર ન હોય એ સમ્યક્ત્વનું બીજ ન બને.દા. ત. માછીમારની જાળ તૂટી ગઇ, અને એ ધંધો બંધ થતાં ભૂખે મરતો હોય, તો એને નવી જાળ અપાવવાની Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૭ દયા કરવી એ જિનવચન અનુસાર નથી. હા, એ ભૂખે મરતો હોય તો એને ખાવાનું આપી દેવું એ દયા ક૨વી એ અનુકંપાદાનનો ગુણ છે; ને એ જિનવચન અનુસાર દ્રવ્યદયા છે; પરંતુ જાળથી તો કેટલાય પંચેન્દ્રિય જીવ માછલા-માછલીઓને પકડી પકડી મારવાનો; એમાં તો મહા હિંસા છે, ને જિનવચનથી એનિષિદ્ધ છે, જિનવચન અનુસાર નથી. એમ ‘કન્યાદાન’ એ જિનવચન અનુસાર દાનગુણ નથી, કેમકે એ કન્યા પછી પતિના ઘરનો આખો આરંભ વિષય, પરિગ્રહમય ખટલો ચલાવવાની, તથા પતિ સાથે પ્રત્યેક વિષય-સંયોગમાં બેથી નવલાખ ગર્ભજ પંચેન્દ્રિય મનુષ્યોની હિંસા ચલાવવાની. જિનવચન આવા પરિણામવાળા કન્યાદાનને દાનગુણ કહેતું નથી. લાલભાઈ દલપતભાઈ શેઠને એકવાર આચાર્યશ્રી નેમિસૂરીશ્વરજી મહારાજે સાધર્મિક ઉદ્ગાર કરવાનો ઉપદેશ આપ્યો, ત્યારે લાલભાઇ શેઠ કહે, સાહેબ ! તો પછી હું એક કાપડની મિલ ચાલુ કરું, તો કેમ ? એમાં સીદાતા સાધર્મિકોને મોટી સંખ્યામાં નોકરીએ રાખી લઉ. એટલે પછી એમને જીવનભર આજીવિકા મળતી રહેશે.’ આચાર્ય મહારાજશ્રી કહે ‘“અરે લાલભાઇ ! આ તું શું બોલે ? આજીવિકા તો મળતી રહે; પણ એ તો જો કે પહેલું મિલ એટલે તારા માટે જ મોટા કર્માદાનનો ધંધો થાય એનું કેમ ? એમાં પાછું સાધર્મિકોના નિમિત્તે મિલ ચલાવે એટલે મોટા કર્માદાનમાં નિમિત્ત બનાવે સાધર્મિક ભાઇઓને ! વળી એ તારુ કારખાનું તો યાવચંદ્રદિવાકર એટલે કે કાયમી બની જાય. એ વર્ષોના વર્ષો મહા આરંભ-સમારંભ ચાલ્યા જ કરે એનું કેમ ? માટે આવી જિનસાશન-બાહ્યની વિવેક વિનાની સાધર્મિક-ઉદ્ધારની પ્રવૃત્તિની વાત રહેવા દે. તારાથી બની શકે તો યોગ્ય ઉપાયે સીદાતા સાધર્મિકોનો ઉદ્વાર કર.'' વાત આ છે કે, જે દયાગુણ-દાનગુણ, સાકર્મિકભકિતનો ગુણ જિનવચન અનુસાર હોય, એજ સમ્યક્ત્વનું નિશ્ચિત બીજ બની શકે. આ For Private and Personal Use Only
SR No.020952
Book TitleYogdrushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1993
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy