________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪૬)
www.kobatirth.org
બધી ઓધષ્ટિની રામાયણ હોય છે; કેમકે ત્યાં પાયામાં ભવાભિનંદિતા અખંડ છે.
ભવાભિનંદી જીવને હૈયે ઓધદ્દષ્ટિ હોવાને લીધે ક્ષુદ્રતાદિ આઠ દોષોમાં ડુબ્યા રહેવાનું સહજ હોય છે. શાસ્ત્રકાર આગળ પર આ ક્ષુદ્રતાદિ આઠ દોષો કહેવાના છે, તેને અહીં સંક્ષેપમાં જોઇએ, -
क्षुद्रो लाभरतिदनो मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनन्दी स्यात्रिष्फलारम्भसंगतः ॥
અર્થાત્ ભવાભિનન્દી જીવ ૧. ક્ષુદ્ર ૨. લાભમાં રતિવાળો, ૩. દીન, ૪. માત્સર્ય-ઇર્ષ્યાવાળો, ૫. ભયવાળો, ૬. શઠ-કપટી, ૭. અન્ન-મૂઢ, અને ૮. નિષ્ફળ પ્રયત્નવાળો હોય છે.
(૧) શુદ્ર :– ભવાભિનંદી જીવ ક્ષુદ્રતાવાળો હોય. તે કોઇ વિચાર કે વ્યવહા૨ ક૨શે યા ધોરણ બાંધશે તે ક્ષુદ્ર-તુચ્છ-અધમ રીતિના; પણ ઉમદા દિલના વિચાર, બીજા સાથે ઉમદા વ્યવહાર, કોઇ પ્રસંગ કે પદાર્થ અંગે ઉમદા ઘોરણ, એને આવડે જ નહિ. એમ,
(૨) લાભરતિ :– દુન્યવી લાભમાં હરખનો પાર નહિ, ત્યાં વૈરાગ્ય તો એ શીખ્યો જ નથી. વળી, –
(૩) દીન : એને મળેલું ઘણું ય હોય, પણ ઓછું ને ઓછું જ લાગ્યા કરવાનું ને એથી લાચારી જ બતાવવાનો ! તેમજ એની પૂર્તિ કરવા જેવા તેવાની પણ આગળ દીનતા-ગરીબડાપણું-ઓશિયાળાપણું દેખાડી માગતાં સંકોચ નહિ. એટલું જ નહિ પણ,
(૪) મત્સરી : ઓઘદ્રષ્ટિના પ્રભાવે બીજાનું સારું સહન નહિ કરી શકવાથી ઇર્ષ્યા-માત્સર્ય-અસૂયા કર્યા કરશે. બાકી, –
(૫) ભયવાન : નાની મોટી માલમિલકત પર રાગ એટલો બધો કે એના ખોવાવા-બગડવા વગેરેનો ભય રાખ્યા કરશે. વળી,
(૬) શઠ : શઠતા-માયા-દંભ-પ્રપંચ- દ્રોહ વગેરે પણ જડના લોભમાં સેવતાં હૈયે કોઇ અરેકારો નહિ ! એમ, -
(૭) અન્ન : જડના અંધરાગમાં કેટલીય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો
અજ્ઞતા-મૂઢતા તો જાણે કોટે વળગેલી. ત્યારે, -
(૮) નિષ્ફળ આરંભવાળો : ભવાભિનંદીપણાને લીધે જે કાંઇ કામો કરશે એમાં છેવટે તો નિષ્ફળતા-નિરાશા-નિસાસા જ એના લમણે
લખાયેલા.
સારાંશ : જેમ પતંગિયો સળગતા દીવાની આસપાસ જ આંટા માર્યા કરે છે, એમ ઓધદ્દષ્ટિવાળા ભવાભિનંદી જીવનું મન-બુદ્ધિ-વિચારણા-ગણિત ... બધું જ જડ પદાર્થની આસપાસ જ ઘુમ્યા કરે છે. અહીં એમ પૂછશો –
પ્ર૦ - એને શું ચેતન જેવા પત્ની-પુત્ર-પરિવાર પર દૃષ્ટિ નથી હોતી ? તો કેમ એનું મન માત્ર જડની જ આસપાસ ધુમતું કહો છો ?
ઉ – એ પત્ની-પુત્ર-પરિવાર વગેરેને જોયા કરે છે તે એમના આત્માને નહિ, પણ એમના જડ શરીરને જ જોયા કરે છે. એનું મન એમના જડ શરીરની આસપાસ જ ધુમ્યા કરે છે. જો એમના આત્મા પર મન લઇ જાય ને ! તો તો એમના આત્માને અને પોતાના આત્માને પણ સદ્ઉપદેશ, સુકૃત-કરાવણ, સદ્ગુણ-સંપાદન... વગેરેથી ન્યાલ જ કરી નાખે ને ! પણ એ આત્મદૃષ્ટિ છે જ કયાં ? એ તો કુટુંબ-પરિવારના ય જડ દેહની જ દૃષ્ટિ જ કામ કરતી હોય છે. આમ ઓઘષ્ટિમાં જયારે આત્મદૃષ્ટિજ નહિ, પછી પરલોક-દ્દષ્ટિ, મોક્ષ-દૃષ્ટિ, પુણ્ય-પાપની દૃષ્ટિ, પરમાત્મ-ષ્ટિ-વૈરાગ્ય-દ્દષ્ટિ વગેરે તો હોય જ ક્યાંથી ?
એટલે જ અહીં ઓઘદૃષ્ટિવાળાને યોગ-દ્દષ્ટિમાં પ્રવેશ જ નથી હોતો. જ્ઞાનીઓ કહે છે, - ઉપરની યોગદૃષ્ટિ તો પછી, પણ પહેલી ય યોગદ્દષ્ટિ લાવવી છે ? તો ઓધદ્દષ્ટિમાંથી બહાર નીકળો, ભવાભિનંદીપણું છોડો આત્મદૃષ્ટિવાળા બનો; તો જ પહેલી ય યોગદ્દષ્ટિ દિલમાં આવી શકશે.
આ ઓઘદૃષ્ટિમાં રહેલા જીવોને પણ ચૈતન્ય અર્થાત્ જ્ઞાનશકિત તો હોય છે, પરંતુ એની પાછળ કામ કરતો જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ જુદા જુદા પ્રકારનો હોય છે, એટલે એ જ્ઞાનના પ્રકાશમાં
For Private and Personal Use Only