________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૨)
ધર્મ એ આભ્યન્તર રીતે ચિત્તની શુભ પરિણતિરૂપ છે, અને બાહ્ય રીતે શુભ પ્રવૃત્તિમય છે.
દા.ત. વીતરાગ પ્રભુનાં દર્શન-પૂજનની પ્રવૃત્તિ એ બાહ્ય ધર્મ છે, અને પ્રભુ પર ચિત્તમાં ભકિતભાવની પરિણતિ એ આભ્યન્તર ધર્મ છે. એ પરિણતિ કર્મના ક્ષયોપશમથી થતી ક્ષાયોપશમિકરૂપ, ને ક્ષયથી થતી ક્ષાયિકરૂપ હોય. આ હિસાબે અહીં ધર્મસંન્યાસમાં ધર્મ' શબ્દથી અહીં આગળ બતાવે છે તે ‘ક્ષાયોપશમિક પરિણતિરૂપ ધર્મ' લેવાના છે. એનો સંન્યાસ અર્થાત્ ત્યાગ કરીને ક્ષાયિક પરિણતિરૂપ ધર્મમાં જવાનું છે. એટલે આ ધર્મનો ત્યાગ એ તો મોટો ધર્મ બને છે; કેમકે એ ધર્મસંન્યાસ એવો મહાન ચિત્તપરિણામ-આત્મપરિણામ છે, કે જે હવે ક્ષાયિક
“ક્ષયોપશમ” એટલે શું ?
ક્ષયોપશમનો શબ્દાર્થ એ થાય કે ક્ષય અને ઉપશમ, અર્થાત્ ઉદયમાં પ્રાપ્ત કર્મનો ભોગવીને ક્ષય અને ઉદયમાં નહિ પ્રાપ્ત આત્મસત્તાગત કર્મનો ઉપશમ એટલે કે કર્મ એનો વિપાક ન દેખાડે એવી સ્થિતિમાં મૂકવા,’ - આ શબ્દાર્થ થયો. પરંતુ, -
‘ક્ષયોપશમ’નુંસ્વરૂપ
આ ક્ષયોપશમમાં વસ્તુ-સ્થિતિ શી બને છે તે જોઇએ તો જણાય છે કે જે કર્મનો ક્ષયોપશમ થાય છે એમાં, આમ તો એ કર્મ બંધાતી વખતે જે એના દલિક સમૂહમાંનાં તે દળિયાંની તે તે સમયે ક્રમશઃ ભોગવવા યોગ્ય રચના યાને ‘નિષેક' થાય છે, એ દળિયાં પછીથી સમય પાકયે ક્રમશઃ ઉદયમાં આવતા જવાના, અને એનો રસવિપાક ભોગવાતો જવાનો. ક્ષયોપશમથી આ એના રસમાં એવો હ્રાસ કરી એને મંદ બનાવી દેવાય છે કે પછી એ મંદ રસ ઉદયમાં છતાં પોતાનો પ્રભાવ નથી દેખાડી શકતો.
દા.ત. શાસ્ત્ર ભણીને, એ શાસ્ત્રજ્ઞાનને રોકનારા જે શ્રુતજ્ઞાનાવરણીય કર્મ હતાં, તેનો ક્ષયોપશમ કરાય છે, અર્થાત્ એના રસમાં ઘટડો કરાય
( યોગદ્દષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો આત્મપરિણામરૂપ બનવાનો છે, ક્ષાયિક કેવળ જ્ઞાન, ક્ષાયિક વીર્ય આદિરૂપે પ્રગટ થવાનો છે.
અહીં ‘ધર્મ અને યોગ' શબ્દથી શું લેવાનું તે બતાવતાં કહે છે ‘ક્ષાયોપશમિકા ધર્મા; યોગાઃ કાયાદિ કર્મ તુ'' આમાં ‘‘ક્ષાયોપશમિક' એટલે ક્ષયોપશમથી નિષ્પન્ન. એમાં ‘ક્ષયોપશમ' એટલે શું એ જોઇએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષાયોપશમિક ધર્મો એટલે કર્મના ક્ષયોપશમથી નીપજનારા આત્મધર્મો-આત્મગુણો. દા.ત. મતિજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી મતિજ્ઞાન ઉત્પન્ન થાય, મતિજ્ઞાન એટલે ઇન્દ્રિયો અને મનથી થતું જ્ઞાન; દા.ત. આંખોથી ઘટ પ્રત્યક્ષ; રૂપ પ્રત્યક્ષ, જીભથી રસ પ્રત્યક્ષ; મનથી સ્મરણ,ભાવી ચિંતન વગેરે.
છે, ત્યારે, ન ભણ્યા ત્યાં સુધી એ કર્મનો રસ એવો જોરદાર હતો કે એ ભોગવાય ત્યારે આત્માને એ જ્ઞાન ન થવા દે. પરંતુ હવે ભણ્યા એટલે એના રસમાં મંદતા કરી, તેથી બાકી રહેલ મંદ રસ ભોગવતાં કરી, તેથી બાકી રહેલ મંદ રસ ભોગવાતા છતાં એ શાસ્ત્રજ્ઞાનને અટકાવી શકે નહિ, ને શાસ્ત્ર-બોધ
પ્રગટ થાય.
અસલમાં જ્ઞાન (બોધ) એ આત્માનો સ્વભાવગત ગુણ અંદરમાં બેઠો જ છે, પરંતુ આત્માને ચોટેલા કર્મ-દળિયાં તે તે સમયે ઉદયમાં આવતાં, એનો તીવ્ર રસ અનુભવાઇને તે તે શાસ્ત્રબોધને અટકાવે છે. ત્યારે ક્ષયોપશમથી એના રસને મંદ કરી દેવાય એટલે હવે એ દુબળા રસવાળાં કર્મ અલબત્ નિષકના હિસાબે ઉદયમાં તો આવે, પણ એ જ્ઞાનગુણને અટકાવી ન શકે.
દા. ત. દીવાની આડે પારદર્શક કાગળનો થપ્પો ઊભો હોય તો દીવાનો પ્રકાશ બહાર ન આવે પરંતુ થપ્પામાંથી ૨-૪ કાગળ રાખીને બાકીના બધા કાગળ કાઢી નાખે તો હવે આડે, ૨-૪ કાગળ હોવા છતાં એ
For Private and Personal Use Only