SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧૮) સમ્યગ્દર્શન (સમ્યક્ત્વ) પ્રાપ્ત કરવા માટે અને પ્રાપ્ત થયું હોય તો ટકાવવા માટે આ કરણી પણ આચરવાની છે. - સમ્યક્ત્વની કરણી : પ્રતિદિન જિનદર્શન-જિનભકિત-પૂજા. પૂજામાં પોતાના ઘરના કિંમતી પૂજન-દ્રવ્યોનું અવશ્ય યથાશકિત સમર્પણ, સાધુસેવા-સુપાત્રદાન, સત્સંગ, જિનવાણીનું શ્રવણ, નમસ્કાર-મહામંત્રનું સ્મરણ, અરિહંત-સિદ્ધ-સાધુ-જિનધર્મનાં ત્રિકાળ શરણનો સ્વીકાર, પોતાના દુષ્કૃતોની આત્મનિંદા, અરિહંતાદિના સુકૃતોની અનુમોદના, તીર્થયાત્રા, સાત વ્યસન (શિકાર - જુગાર - માંસાહાર - દારૂ, ચોરીપરસ્ત્રી- વેશ્યા) નો સર્વથા ત્યાગ, રાત્રિ-ભોજન ત્યાગ વગેરે વ્રત નિયમ, દયા, દાનાદિકની પ્રવૃત્તિ, સામાયિકાદિ ક્રિયા, તીર્થંકર પરમાત્મા વગેરે મહાપુરુષોના ચરિત્રગ્રંથો અને ઉપદેશમાળાધર્મસંગ્રહ - શ્રાદ્ધવિધિ - અધ્યાત્મકક્કુમ - ઉપમિતિ ભવપ્રપંચ કથા, વગેરે ગ્રંથોનું શ્રવણ-વાચન-મનન આદિ. સમ્યગ્દર્શનના ૬૭ વ્યવહારો આ માત્ર ટૂંક પરિચય છે, બાકી ૬૭ પ્રકારના વિસ્તૃત વિચારમાં વોલ્યુમ-મહાગ્રન્થ થાય. તેથી અહીં માત્ર અલ્પ દિગ્દર્શન છતાં એટલું ધ્યાનમાં રહે કે ૬૭ વ્યવહાર પૈકી ૩ લિંગ, (તત્ત્વ શ્રવણની અથાગ રુચિ, ચારિત્રની તીવ્ર ભૂખ, અને દેવ ગુરુની વિદ્યાસાધકના જેવી વૈયાવચ્ચ); તથા ૫ લક્ષણ (શમ-સંવેગ-નિર્વેદઅનુકંપા અને આસ્તિક્ય); તથા ૬ ઠાણ (આત્મા છે, નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો-ભોકતા છે, મોક્ષ છે, અને મોક્ષના ઉપાય છે); આના પર પુખ્ત ચિંતન તથા તીવ્ર તાત્ત્વિક શ્રદ્ધાન આ ૩ લિંગ, ૫ લક્ષણ, ૫ ભૂષણ, અને ષસ્થાનના ચિંતનમાં ખાસ કરીને અધિકાધિક પ્રયત્ન, જોમ, અને અહોભાવ વધારતા રહેવા જેવું છે. એથી સમ્યગ્દર્શનમાં વિશુદ્ધિ કૂદકે ને ભૂસકે વધતી રહે છે. અલબત્ બાકીના શુદ્ધિ-દૂષણત્યાગ... વગેરે વ્યવહારોમાં ય અધિકાધિક વીર્યવાન પ્રયત્ન ચૂકવા જેવો નથી. વાત આ હતી કે Acharya Shri Kailassagarsuri Gyanmandir (યોગદ્દષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો સમ્યગ્દર્શનની આગળની અનંત વિશુદ્ધિના ઉપાયો સ્થૂલથી અજ્ઞાત્ સામાન્યથી તો શાસ્ત્ર દર્શાવી શકે, પરંતુ વિશેષરૂપે આત્મામાં આંતરિક રીતે કેવી કેવી પરિણતિઓ કેવા કેવા અધ્યવસાયો કામ કરે છે એને વૈયક્તિક રૂપે યાને વિશેષ રૂપે શબ્દમાં ઉતારી શકાય એવા નથી; તેથી એ ઉપાયો-હેતુઓ શાસ્ત્ર-મર્યાદાની બહારના કહેવાય. એક સમ્યગ્દર્શનમાં જો આમ, તો પછી ઉપરના અનંતગુણ અનંતગુણ વિશુદ્ધિભર્યા અસંખ્ય અધ્યવસાય સ્થાનકોને વિશુદ્ધિવાર વિશેષરૂપે શાસ્ત્ર શી રીતે વર્ણવી શકે ? ત્યારે વળી વીતરાગ સર્વજ્ઞ બન્યા પછી અંતે શુક્લ-ધ્યાન અને કેવળજ્ઞાનના બળે કરાતા યોગનિરોધના તો આંતરિક સ્વરૂપ વિશેષરૂપે શાસ્ત્ર કયાંથી જ વર્ણવી શકે ? હવે જો શાસ્ત્રી જ મોક્ષ પર્યન્તના બધા જ ઉપાયો વિશેષરૂપે જાણી શકાતા હોય તો તો તેથી જ સંપૂર્ણ ઉપાયોનો બોધ થતાં તરત જ સર્વજ્ઞતા અને મોક્ષ સિદ્ધ થઇ જાય ! કેમકે મોક્ષનો છેલ્લો ઉપાય અયોગિ કેવલીપણું, એ શાસ્ત્રથી જ સમજાઇ જતાં અમલી બને ! અને તરત મોક્ષ થવામાં વિલંબ ન લાગે ! અહીં કદાચ પ્રશ્ન થાય કે, ‘એમ થઇ જાઓ એમાં અમને શો વાંધો છે?' તો એના ઉત્તરમાં ૮ મી ગાથામાં કહે છે, – न चैतदेवं यत् तस्मात्प्रातिभज्ञानसंगतः । सामर्थ्ययोगोऽवाच्योऽस्ति सर्वज्ञत्वादिसाधनम् ॥८॥ અર્થાત્ પૂર્વે કહ્યું તેમ શાસ્ત્રથી જ અયોગિ કેવળીપણું જણાતું હોય તો ય, એથી પણ સિદ્ધપદ પ્રાપ્ત થતું નથી. જે કારણથી એ હકીકત છે તેથી પ્રાતિભજ્ઞાનયુકત સામર્થ્યયોગ જે સર્વજ્ઞત્વ-સવર્ધપણું આગળ જઇને અયોગિ કેવળીપણું સાધી આપવાની તાકાત ધરાવે છે, એ શબ્દથી અવર્ણનીય છે. એ તાકાત કોઇનીય હોય, તો તે સામર્થ્ય-યોગની છે. પૂછો, પ્ર૦- તો શું ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગ નકામા છે? (30 ના, નકામા નહિ. એ સામર્થ્યયોગે પહોંચાડવા માટે ઉપયોગી છે. મહિનાઓ, વર્ષો કે For Private and Personal Use Only
SR No.020952
Book TitleYogdrushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1993
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy