________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
શિષ્ય–આપ સ્વાભાવિક અને કુદરતી જીવન કેને કહે છે?
સૂરિ–તે વિષે વિસ્તાર કરવાથી વિષયાંતર થઈ જાય અને બીજી ઉપગી વાત રહી જાય એ ભય રહે છે. છતાં કુદરતી જીવન કેવું હોય તે પ્રશ્નના ઉત્તરમાં હું માત્ર આપણું પૂર્વજોનાં જીવન ઉપર દ્રષ્ટિ કરવાની તમને ભલામણ કરું છું. તેઓ બની શકે તેટલી સાદાઈથી અને પવિત્રતાથી પિતાનું જીવન ગાળી શકતા હતા. તેઓ જીવનના અને સૂક્ષમ વસ્તુઓના પણ ઊંડા અભ્યાસી હતા. તેમના કેટલાક વિધિ-નિષેધ વાંચતાં આપણને નવાઈ લાગે એ કુદરતી છે, પરંતુ આપણે એટલું નથી ભુલવું જોઈતું કે તેઓ કેવળ સ્થૂળ વસ્તુમાં જ શ્રદ્ધા ધરાવતા ન હતાં. સૂક્ષ્મ અસરના પણ તેઓ ઉંડા અને ભ્યાસી હતા અને તેથી તેમણે, આપણને જે વાત છેક નજીવી લાગે તે વાતને પણ વિચાર કરી પિતાનું જીવન વ્યવસ્થિત રાખવા ઉપરાંત આપણને તેને વારસો ગ્રંથ દ્વારા આપતા ગયા છે.
શિષ્ય–પૂર્વના પુણ્યશાળી અને પ્રતિભાશાળી પુર્વ જેને યાદ કરી હું મારું મસ્તિષ્ક ઝુકાવું છું અને અંત:કરણથી તેમની ભક્તિ કરું છું. વિધિ-વ્યવસ્થા પાળવી એ પ્રત્યેક આર્યસંતાનનું પવિત્ર કર્તવ્ય છે, પરંતુ વસ્ત્ર–પરિધાન જેવી બાબતમાં એવી વિધિ કેવી રીતે સચવાય? ધારે કે ઉપરીની આજ્ઞાને લીધે કે બીજા કોઈ ઉત્સવ નિમિત્તે નવાં વસ્ત્રો પહેરવા
For Private And Personal