________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૪૧૫
અરિ શિષ્ય સંવાદ. સૂરિ—આ ચર્ચાને પણ ધ્યાનની સાથે સીધો સંબંધ રહેલ છે. જે આત્મા વસ્તુ સિદ્ધ કરવામાં ન આવે તે કેણ કેનું ધ્યાન કરે? આત્માની સિદ્ધિ કરવી એ સર્વ આસ્તિક દર્શનેનું મુખ્ય લક્ષ હોય છે. આપણે પણ એ આત્મસિદ્ધિને માટે જ આસ્તિક-નાસ્તિકની યુક્તિ પૂર્ણ દલીલે ચચી હતી. છેવટે આત્મા સિદ્ધ થયા. જે આસ્તિકે આત્માને સ્વીકાર કરી ધ્યાન કરે છે તેમની ઉપર દુઃખ, કઠણ રોગ તથા મનના વિકારે પિતાને હુમલે લઈ જઈ શક્તા નથી. ધ્યાની પુરૂષના હાથમાં સિદ્ધિ રમી રહેલી જ હોય છે સર્વ પ્રકારના કલ્યાણે શુભ ધ્યાની પુરૂષના ચરણની આગળ નોકરની માફક રાહ જોતા ઉભા રહે છે. તેમને માઠાં કર્મ લાગ્યાં હોય તો તે કર્મ પણ કમળતંતુની પેઠે સહજમાં તુટી જાય છે. ધ્યાનને જગમાં સર્વોપરી પદવી આપવામાં આવી છે તે સાર્થક છે, એમ ઉપરના વિવેચનથી સ્પષ્ટ થયું હશે.
શિષ્ય—આજે આત્મકલ્યાણના અનેક વિષયે ઉપર ચર્ચા થઈ ગઈ. ધ્યાનની સ્તુતી કર્યા પછી વિષયની સમાપ્તિ કરવી રોગ્ય થઈ પડશે એમ માની આજે એટલેથી જ વિરમવાની પ્રાર્થના કરું છું.
(૧૪) શિષ્ય–સંસારમાં જે કઈ ન્હોટામાં મહેટે ભય હોય અને જે રાજા-મહારાજાઓથી લઈ એક ગરીબમાં ગરીબને
For Private And Personal