________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
મતલબ એ છે કે મનને હડથી કે બળથી રૂદ્ધ કરવાને બદલે તેને ધીમે ધીમે કેળવતાં શુદ્ધ બનાવવું જોઈએ. હઠ કિવા બળથી રેકેલું મન થડા સમયને માટે કાબુમાં આવી ગયું હેય તેમ લાગે છે, પરંતુ તેને પ્રત્યાઘાત સામાન્ય જીવને માટે અસહ્ય થઈ પડે છે. બળવાન આત્માઓ જ તેવા ભને સહન કરી શકે છે. એટલા માટે જ્ઞાન-વિવેક અને વૈરાગ્ય પૂર્વક મનને સંયમમાં રાખવું એ સૌથી વધારે હિતાવહ છે. શિષ્ય-રૂપાતીત ધ્યાનનું સ્વરૂપ શી રીતે ચિતવાય?
સૂરિ–કમલેપ વિનાના, નિરાકાર અને ચિદાનંદમય સિદ્ધ પરમાત્માનું ચિંતન કરવું તે “રૂપાતીત ધ્યાન કહેવાય છે. સુવર્ણ વિગેરેનું બિબ બનાવ્યું હોય અને તેના દ્વારની પિલાણ કાઢી નાખી હેય તેમજ બિંબનું સંસ્થાન તેજોમય હોય એવા સ્વરૂપને વિષે રૂપાતીતની કલ્પના થાય છે. તેજ કોને કહેવાય એ પ્રશ્ન પણ વિચારવાનો છે. જે દેખાય તે તત્વ ન હોય અને જે તાવ હોય તે દેખાય નહીં. એટલે દેહ અને આત્માના મધ્યસ્થ ભાવને તેજતત્વ કહેવામાં આવે છે.
શિષ્ય–આત્માના સ્વરૂપ વિષે વધુ કંઈ વકતવ્ય સંભવે છે?
સૂરિ–નિકટ રહેલી ઇઢિયે પણ આત્માને દેખી શકતી નથી; છતાં આત્મા તે ઈદ્વિઓને નીહાળતે જ હોય છે. એ કારણને લીધે ક્ષેત્રજ્ઞ આત્માને અલક્ષ્ય પણ કહેવામાં આવે છે. અન્ય ક્ષેત્રનું વાવેલું બીજ બીજા જ કેઈના ક્ષેત્રમાં વવાય છે
For Private And Personal